ફેસબૂકે ઇન્ડિયન યુઝર્સ માટે લોન્ચ કર્યું લોક પ્રોફાઇલ ફીચર, નજર રાખનારાથી બચાવશે

PC: indianexpress.com

Facebookએ એક નવા "Lock Profile" ફીચરની જાહેરાત કરી છે, જે એક્ટિવ થયા બાદ યુઝર્સના પ્રોફાઈલની જાણકારી તેના ફ્રેન્ડ લિસ્ટની બહારના લોકોને નહીં દેખાશે. આ સુરક્ષા ફીચર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને કંપનીનું કહેવું છે કે, તેને વિશેષરીતે એ મહિલાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે Facebook પર પોતાની જાણકારી પર વધુ નિયંત્રણ ઈચ્છે છે. લેટેસ્ટ પ્રોફાઈલ સુરક્ષા ફીચર હાલના પ્રોફાઈલ પિક્ચર ગાર્ડનું એક અપગ્રેડ માનવામાં આવે છે, જેને કંપનીએ આશરે ત્રણ વર્ષ પહેલા લોન્ચ કર્યું હતું. આવનારા દિવસોમાં નવું Facebook લોક પ્રોફાઈલ તમામ યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવશે.

Facebookનું કહેવું છે કે, લોક પ્રોફાઈલ ફીચર પ્લેટફોર્મ પર પ્રોફાઈલમાં સુરક્ષાનું એક વધારાનું લેયર જોડે છે. જ્યારે ફીચર એક્ટિવ થઈ જાય છે, તો ફ્રેન્ડ લિસ્ટ ઉપરાંતના યુઝરની પ્રોફાઈલ જાણકારી કોઈ અન્ય વ્યક્તિને નહીં દેખાશે, સાથે જ પ્રોફાઈલ પિક્ચરને ડાઉનલોડ કે શેર પણ નહીં કરી શકાશે. જો આ સુરક્ષા ફીચર એક્ટિવ હોય તો જુના અને નવા પોસ્ટ પણ ફ્રેન્ડ લિસ્ટમાં ન હોય તેમને નહીં દેખાશે.

Facebook પહેલાથી જ ઘણા પ્રાયવસી વિકલ્પ આપતું આવ્યું છે, જે સમાન સુરક્ષાની રજૂઆત કરે છે. જોકે, નવું ફીચર અનિવાર્યરીતે વસ્તુઓને ખૂબ જ સરળ બનાવી દેશે, ખાસ કરીને એ લોકો માટે જે પ્લેટફોર્મ પર પ્રાયવસી વિકલ્પોને સમજી નથી શકતા. એ પણ ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે કે, એકવાર યુઝર નવા ફીચરને એક્ટિવેટ કરી લે તો તમામ જુના પબ્લિક પોસ્ટ માત્ર ફ્રેન્ડ્સ સુધી સીમિત થઈ જશે. તેને કોઈપણ બહારની વ્યક્તિ નહીં જોઈ શકશે. એ સ્પષ્ટ નથી કે, જો સુરક્ષા ફીચર ચાલુ હોય તો શું ફ્રેન્ડ ના હોય તેવા લોકો મેસેન્જર દ્વારા મેસેજ મોકલી શકે કે નહીં. Facebookએ નિવેદનમાં એવું પણ કહ્યું છે કે, પ્રોફાઈલ પેજને લોક કરવા માટે પ્રોફાઈલ પેજમાં એક બ્લૂ બેજ જોડવામાં આવશે.

Facebook enables profile lock for Indian users, will let only ...

Facebook લોક પ્રોફાઈલ ફીચર કઈ રીતે કરશો એક્ટિવેટ?

આ ફીચરને ધીમે-ધીમે ભારતમાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જોકે, તેની ઉપલબ્ધતાને તમે તમારા Facebook નેમની નીચે મોર પર ટેપ કરીને ચેક કરી શકો છો. જો તમને લોક પ્રોફાઈલ ફીચર દેખાય, તો તેનો મતલબ એ છે કે તે તમારા માટે ઉપલબ્ધ છે. પુષ્ટિ કરવા માટે લોક પ્રોફાઈલને પસંદ કરો અને પછી લોક યોર પ્રોફાઈલ પર ટેપ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp