Facebookનું આ નવું ફીચર, જો ફોટો ડબલ ટેપ કરીને જોયો તો ફસાઈ જશો તમે

PC: timedot.com

Facebook પર જો તમે કોઈકનો ફોટો ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરતા હો, તો હવે તમારે વિચારવાની જરૂર છે. કારણ કે, Facebookએ Instagramવાળું જ ફીચર હવે Facebook એપ માટે શરૂ કરી દીધુ છે. તેની જાહેરાત કંપનીએ ગત મહિને કરી દીધી હતી, પરંતુ હવે યુઝર્સને આ ફીચર મળવાનું શરૂ થઈ ગયું છે.

એટલે કે, Facebookના iOS એપમાં હવે કોઈ ફોટોને ડબલ ટેપ કરીને Like કરવાનું ફીચર આવી ગયું છે. Instagramમાં ખૂબ જ પહેલાથી આ ફીચર છે. કોઈ ફોટોને Like કરવા માટે તમારે ડબર ટેપ કરવાનું હોય છે. આ પહેલા Facebookમાં ફોટોઝને ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરવાનું હતું. પરંતુ તમે હવે કોઈ યુઝરના ફોટો ઝૂમ કરતા માટે ડબલ ટેપ કરશો તો તેને Like માનવામાં આવશે.

જોકે, આ ફીચરને ધીમે-ધીમે તમામ યુઝર્સને આપવામાં આવી રહ્યું છે. હાલ, એ સ્પષ્ટ નથી કે એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફીચર ક્યારે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, Instagram હજુ પણ Facebookની જ કંપની છે અને હાલમાં જ Facebookના CEO માર્ક ઝુકરબર્ગે Instagram, Messenger અને WhatsAppને મર્જ કરીને ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ સિસ્ટમ કરવા માટે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp