તમે Facebook પર નથી છતા તમને ટ્રેક કરે છે Facebook, જાણો કેવી રીતે

PC: blogspot.com

શું તમને ખબર છે કે જો તમે Facebook પર નથી છત્તાં Facebook તમને ટ્રેક કરે છે. સાંભળવામાં અજીબ લાગે છે પરંતુ આ સત્ય છે. Facebook પર તમારું અકાઉન્ટ નથી તો તે કેવી રીતે તમને ટ્રેક કરી શકે. છેલ્લા કેટલાક દિવસોથી ડેટા લીકને લઈને Facebook ચર્ચાનું સ્થાન બન્યું છે. Facebook પર 8 કરોડથી વધારે યુઝર્સના ડેટા લીક કરવાનો આરોપ છે. આ ડેટા બ્રિટનની પોલિટિકલ એનાલિટીકલ કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ ચોરી કર્યો છે. ત્યારથી ડેટાને લઈને વિવાદો ઊભા થયા છે.

Facebookએ હાલમાં જ પોતાના એડ ટ્રેકિંગ સિસ્ટમના વિસ્તારની ઘોષણા કરી છે. આ એડ ટ્રેકિંગ સિસ્ટમ લોકોને ટ્રેક કરશે. આ સિસ્ટમ એવા પણ લોકોને ટ્રેક કરશે જે Facebook પર નથી. જો તમે તમારું Facebookનું અકાઉન્ટ નથી ખોલ્યું છત્તાં એડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા તમને ટ્રેક કરવામાં આવી શકે છે, પરંતુ Facebookને ટ્રેક કરતા તમે રોકી શકો છો.

તમે પોતાના ફોનના સેટિંગ્સમાં જાઓ. ત્યાં પ્રાઈવસી એડવર્ટાઈઝિંગ ઓપન કરો. તેમાં જઈને લિમીટ એડ ટ્રેકિંગ ઓપ્શન ઓફ કરી દો. તેવી રીતે તમે જે પણ બ્રાઉઝર યુઝ કરો છો તેની સેટિંગ્સ પણ બદલી નાખો. Google Chromeમાં પ્રેફન્સિસ સેટિંગ્સમાં જાઓ. અહીં ‘Send a DO Not Track’ request with your browising traffic ઓપ્શન પર ક્લિક કરી દો. આમ કરવાથી તમને કોઈ ટ્રેક નહીં કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp