Facebook બંધ થઈ રહ્યું છે? આ મેસેજનું સત્ય શું છે, જાણો

PC: newsweek.com

નમસ્તે, હું માર્ક છું, Facebookના નિદેશક તમામને નમસ્કાર. સોશિયલ મીડિયા પર ક્યાંય પણ આવુ લખેલું દેખાય તો સમજી લેજો કે તે નકલી છે. તેમાં કોઈ બે મત નથી. Facebookની સર્વિસ ગઈકાલથી સતત પ્રભાવિત છે, અટકી-અટકીને ડાઉન થઈ રહી છે. Facebook, Instagram અને Messengerમાં તકલીફ આવી રહી છે. હવે તેને લઈને Facebook અને WhatsApp પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે, આ મેસેજને 18 લોકોને મોકલો નહીં તો તમારું Facebook અકાઉન્ટ સાંજ 6 વાગ્યે બંધ થઈ જશે.

આ મેસેજમાં લખ્યુ છે કે, Facebookનું સર્વર ઓવરલોડ થઈ ગયુ છે અને આ જ કારણે Facebookના CEO માર્ક ઝુકરબર્ગે લોકોને અપીલ કરી રહ્યા છે. આ મેસેજમાં લખવામા આવેલી દરેક લાઈન ખોટી છે અને તેમાં કોઈ સાતત્યતા નથી.

Facebookમાં તકલીફ તો આવી રહી છે એ વાત સાચી છે, પરંતુ અત્યારસુધી કંપનીએ આ મામલામાં કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. આ પહેલાવીર નથી જ્યારે Facebook ડાઉન થયુ છે, પહેલા પણ આવું થતુ રહ્યુ છે અને મોટાભાગે Facebook તેનું કારણ પણ જણાવતી રહી છે.

આ પ્રકારના મેસેજ નવા નથી અને અન્યોને ફોરવર્ડ કરનારા મેસેજ વાયરલ થતા રહે છે. પરંતુ તેમાં કોઈ સાતત્યતા નથી હોત અને આવા મેસેજને એકવાર ધ્યાનથી વાંચવા ખૂબ જ જરૂરી છે જેથી આપણને ખ્યાલ આવી શકે કે તે ફેક છે. દરેક વ્યક્તિએ એક વાત ધ્યાન રાખવી જોઈએ કે Facebook આ પ્રકારનું નિવેદન ક્યારેય નહીં આપે. જો તમારા પર પણ આવો મેસેજ આવ્યો હોય તો તેને રિપોર્ટ કરો અને જણાવો કે તે ફેક છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp