આખરે લોન્ચ થઈ FAU-G એક્શન ગેમ, શું પબજીને ટક્કર આપી શકે તેવી છે? જાણો

PC: indianexpress.com

FAU-G ગેમ આખરે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. ઘણા દિવસોથી તેના લોન્ચ થવાની રાહ જોઈ રહેલા ગેમર્સ હવે તેને સરળતાથી ડાઉનલોડ કરી શકશે. FAU-G ગેમને એનકોર નામની ભારતીય ગેમિંગ કંપનીએ બનાવી છે. આ એક દેશી એક્શન ગેમ છે, જે સિંગલ પ્લેયર મોડની સાથે આવે છે. હાલમાં આ ગેમ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવી છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં iOS વર્ઝન માટે પણ લોન્ચ કરવામાં આવશે.

જાણકારી માટે બતાવી દઈએ કે આ ગેમને બોલિવુડ એક્ટર અક્ષય કુમાર પ્રમોટ કરી રહ્યા છે. એક્ટરે આ ગેમની ડાઉનલોડ માટેની લીંક પણ શેર કરી છે. આ ગેમની સાઈઝ 460MB છે, ભારતમાં FAU-Gને ભારતમાં ત્રણ ભાષામાં લોન્ચ કરવામાં આવી છે. આ ગેમ હાલમાં અંગ્રેજી અને હિન્દી ભાષાની સાથે તમિલ ભાષામાં લોન્ચ કરવામાં આવી છે. ડેવલોપર્સનું કહેવું છે કે આ ગેમ ટૂંક સમયમાં બીજા ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ગેમ સિંગલ પ્લેયર મોડમાં રીલિઝ કરવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં તેમાં રોયલ બેટલ મોડ અને મલ્ટી યુઝર મોડ પણ જોવા મળશે. FAU-Gની ખાસ વાત એ છે કે આ ગેમમાં લદ્દાખમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચેની લડાઈ બતાવવામાં આવી છે. આ ગેમના માધ્યમથી તમે લદ્દાખમાં ચીની ઘુસણખોરીઓ વિરુદ્ધ લડાઈ લડી શકશે. ગેમની શરૂઆત થતા જ તેમાં હાલમાં ત્રણ કેરેક્ટર જોવા મળે છે, જેને તમે પસંદના હિસાબથી સિલેક્ટ કરી શકે છે.

FAU-G ગેમમાં હાલમાં ત્રણ મોડ કેમ્પેઈન, ટીમ ડેથમેચ અને ફ્રી ફોર ઓલ આપવામાં આવ્યા છે. જોકે હજુ nCore ગેમર્સને માત્ર કેમ્પેઈન મોડ ઓફર કરી રહી છે. આ ગેમને Google Play સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે. જેના માટે તમારે FAU-G ટાઈપ કરવું પડશે. જો તમે પહેલેથી પ્રી-રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો પણ તમારે આ રીતે ડાઉનલોડ કરવું પડશે. થોડા સમય પહેલા આ ગેમનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચેની હાથાપાઈ જોવા મળી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp