પહેલીવાર મળ્યો સુરજના નીચેના ભાગનો ફોટો, જોવા મળ્યો અદ્ભુત નજારો

PC: aajtak.in

પહેલીવાર સૂરજના નીચેના ભાગના એટલે કે દક્ષિણ ધ્રુવના ફોટા સામે આવ્યા છે. આ ફોટામાં સ્પષ્ટ રીતે સૌર તરંગો નીકળતી દેખાઈ રહી છે. કોરોના એટલે કે તેની સપાટી પર થતો વિસ્ફોટ દેખાઈ રહ્યો છે. આ ફોટા લીધા છે યુરોપિયન સ્પેસ એજન્સીના સોલર ઓર્બિટરે. આ ફોટાઓ મળવા પાછળની કહાની ખૂબ જ રસપ્રદ છે.

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ગ્રહ અથવા તારાઓના અભ્યાસ માટે કોઈ અંતરિક્ષ યાન મોકલવામાં આવે છે, ત્યારે તે એ ગ્રહના ઇક્વેટર એટલે કે ભૂમધ્ય રેખાની આસપાસ ચક્કર લગાવે છે. જેના કારણે તે ગ્રહના ધ્રુવોના ફોટા નથી મળી શકતા. જેની પાછળ એક કારણ શુક્ર ગ્રહની ગુરુત્વાકર્ષણ શક્તિ પણ હોય છે.

પરંતુ ESAના વૈજ્ઞાનિકોએ શુક્ર ગ્રહના ખેંચાણથી બચવા માટે પોતાના સોલર ઓર્બિટરના ઝુકાવને થોડો વધારે કરી દીધો. હવે સોલર ઓર્બિટરનો ઝુકાવ સૂરજની ઇક્વેટર લાઇનથી 4.4 ડિગ્રી વધુ છે. જેના કારણે તે નીચેની તરફના ફોટાઓ લેવામાં સફર થઈ શક્યું. હવે આ ઓર્બિટરનું શુક્ર ગ્રહની બાજુમાંથી આગળનું ચક્કર સપ્ટેમ્બરમાં લાગશે.

સૂરજની બરાબર નીચેથી સોલર ઓર્બિટરને પહોંચવામાં હજી થોડા વર્ષ વધુ લાગશે. હાલમાં જે ફોટાઓ જાહેર કરવામાં આવ્યા છે. તેને સોલર ઓર્બિટરે 24 માર્ચ 2022ના રોજ લીધા હતા. પરંતુ તેના પ્રોસેસિંગ અને અભ્યાસમાં બે મહિનાનો સમય લાગી ગયો. આ ફોટાના અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ સૂરજના મેગ્નેટિક ફિલ્ડનો અભ્યાસ કર્યો. સાથે જ સોલર સાયકલ એટલે કે સૌર ચક્રના વિશે પણ જાણકારી એકત્ર કરી.

સૌર ચક્ર 11 વર્ષનું હોય છે. એટલે કે અગિયાર વર્ષ સૂરજ મંદ પડી રહે છે. તેમાં કોઈપણ પ્રકારનો વિસ્ફોટ નથી થતો. જેને સોલર મિનિમમ (Solar Minimum) કહે છે. વર્ષ 2019 સુધી તે આ જ સ્થિતિમાં હતો. ત્યારબાદ આ સોલર મેક્સિમમમાં (Solar Maximum) આવી ગયો. એટલે કે હવે સૂરજમાં સતત વિસ્ફોટ થઇ રહ્યા છે. સૌર તરંગો નીકળી રહી છે. સૌર તોફાન ધરતીની તરફ આવી રહ્યા છે.

ESAનો સોલર ઓર્બિટર ફેબ્રુઆરી 2025મા શુક્ર ગ્રહનો ચોથો ચક્કર લગાવશે. ત્યારે તેના ઓર્બિટને 17 ડિગ્રી વધુ વધારવામાં આવશે. ડિસેમ્બર 2026મા તેને વધારીને 24 ડિગ્રી કરવામાં આવશે. ત્યારે સૂરજના ધ્રુવીય વિસ્તારોના યોગ્ય ફોટાઓ મળી શકશે. ESAના સોલર ઓર્બિટરના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ડેનિયલ મ્યૂલરે કહ્યું કે અમને જે ફોટાઓ મળ્યા છે, તેનાથી અમે ખૂબ જ ઉત્સાહિત છે. અમને ઘણો બધો ડેટા મળ્યો છે. જેની હજુ પણ પ્રોસેસિંગ કરવામાં આવી રહી છે.

ડેનિયલ મ્યુલરે કહ્યું કે, આ તો આ મિશનની શરૂઆત છે. સાચી વસ્તુઓ તો આગળના થોડા વર્ષોમાં મળશે. હું અને મારી ટીમ ખૂબ જ વ્યસ્ત થવાની છે. અમે હાલમાં સૂરજના ધ્રુવની નીચે નથી પહોંચી શક્યા. હમણાં અમને જે ફોટાઓ મળ્યા છે, તેમાં સૂરજના નીચેના ભાગથી 25 હજાર કિલોમીટરની ઊંચાઇ સુધી પ્લાઝમા નીકળી રહ્યા છે. તે હાલમાં દરેક દિશામાં છે. આ માટે તમને ફોટામાં ફુવારા જેવો નજારો જોવા મળશે.

ડેનિયલે જણાવ્યું કે જ્યારે અમે સૂરજની સૌથી નજીક પહોંચીશું એટલે કે ધ્રુવોના નજીક ત્યારે ઓર્બિટરની દુરી 4.79 કરોડ કિલોમીટર હશે. આટલી દૂરી પર પણ તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ હશે. આ એટલું તાપમાન છે કે સોલર ઓર્બિટરને નુકસાન પહોંચી શકે છે. તેની અંદર રાખવામાં આવેલા યંત્ર ઉકળી શકે છે. આ સોલર ઓર્બિટર અમેરિકા અવકાશ એજન્સી NASAની સાથે મળીને બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp