સતત 10 દિવસ સુધી PUBG ગેમ રમવાને કારણે ફિટનેસ ટ્રેનરની માનસિક હાલત બગડી

PC: AWOK.com

ઓનલાઈન ગેમિંગની દુનિયાની સૌથી પોપ્યુલર ગેમમાંથી એક PUBGને કારણે જમ્મુ-કાશ્મીરના એક ફિટનેસ ટ્રેનરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આ ટ્રેનર સતત 10 દિવસથી PUBG રમી રહ્યો હતો, જેને કારણે તેના મગજ પર આ ગેમની અસર એ હદે હાવી થઈ ગઈ કે તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ફિટનેસ ટ્રેનરની ઓળખ તો છતી કરવામાં નથી આવી, પરંતુ જણાવવામાં આવી રહ્યુ છે કે, તેણે 10 દિવસ પહેલા PUBG ગેમ ડાઉનલોડ કરી હતી. સતત આટલા દિવસો સુધી ગેમ રમવાને કારણે તેની માનસિક હાલત બગડી ગઈ અને ગેમનો એક રાઉન્ડ પૂરો કર્યા બાદ તે પોતાને નુકસાન પહોંચાડવા માંડ્યો. ફિટનેસ ટ્રેનરની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યુ હતુ કે, તેની હાલત હજુ પણ ગંભીર છે. તેનું માનસિક સંતુલન બગડી ગયુ છે. તે લોકોને ઓળખી તો રહ્યો છે, પરંતુ તેના મગજ પર હજુ પણ ગેમની અસર છે. તેનું મગજ યોગ્યરીતે કામ નથી કરી રહ્યું.

જમ્મુ-કાશ્મીરમાં PUBG ગેમને કારણે આ પ્રકારની ગંભીર અસર થયા હોવાના છ કિસ્સા સામે આવી ચૂક્યા છે. જેને કારણે સ્થાનિક લોકોએ રાજ્યપાલ સત્પાલ મલિકને મળીને આ ગેમ પર બેન લગાવવાની માંગણી કરી છે.

ગત વર્ષે જ WHOએ ગેમ રમવાની લતને માનસિક રોગની શ્રેણીમાં સામેલ કરી છે, જેને ગેમિંગ ડિસઓર્ડર નામ આપવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર, ટેક એડિક્શન ધરાવતા લોકોમાં 60 ટકા ગેમ્સ રમે છે. 20 ટકા પોર્ન સાઈટ જોનારા હોય છે. બાકીના 20 ટકામાં સોશિયલ મીડિયા, WhatsApp વગેરેના દર્દીઓ આવે છે.

આ અંગે ડૉક્ટરોનું કહેવુ છે કે, ગેમ રમવાને કારણે પોતાનું પોતાના પરનું નિયંત્રણ ગૂમાવી દેવાય છે. ગેમ રમે તો રમ્યા જ કરે. જીવનશૈલીમાં એક જ એક્ટિવિટી રહે છે. ગેમ રમનારાઓને તેનાથી થતા નુકસાન અંગે જાણકારી પણ હોય છે, તેમ છતા તેઓ ગેમ રમ્યા જ કરે છે.

ગેમિંગ રેવન્યૂની બાબતમાં ભારત ટોપ-20 દેશોમાં આવે છે. 2021 સુધીમાં ગેમિંગ માર્કેટની કમાણી 100 અબજ ડૉલરથી વધુ થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર, આખી દુનિયામાં 2.3 અબજ ગેમર્સ છે. જેમાં 22 કરોડ ગેમર્સ ભારતના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp