સાઉદીમાં મહિલાઓ પર નજર રાખવા માટે Google અને Appleએ બનાવી એપ, થઈ રહી છે ટીકા

PC: dailystormer.com

મહિલાઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નવી ટેકનિક બનાવવામાં આવી છે, જેને લઈને Google અને Appleએ દુનિયાભરમાંથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાત જાણે એમ છે કે, Google અને Appleએ દુનિયાભરમાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. Google અને Appleએ એક એપ બનાવી છે, જેના માધ્યમથી પુરુષ પોતાની પત્ની અથવા ઘરની મહિલાઓ પર નજર રાખી શકશે. આ એપ ખાસ કરીને સાઉદી અરબ માટે તૈયાર કરવામાં આવી છે અને કદાચ તે ત્યાંના પિતૃસત્તાક સમાજને તે પસંદ પણ આવી રહી હશે. આ એપના માધ્યમથી સાઉદીના પુરુષ પોતાના દેશમાંથી બહાર જઈ રહેલી ઘરની મહિલાઓ પર નજર રાખી શકશે. જોકે, આ બંને ટેક કંપનીઓ વિરુદ્ધ હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટથી લઈને લોકોએ આપત્તિ વ્યક્ત કરી છે.

એક રિપોર્ટ અનુસાર, સાઉદી અરબમાં સરકારની અનુમતિ બાદ એબ્શર (Absher) નામની આ એપ લોન્ચ થઈ છે. મહિલાઓના બોર્ડર ક્રોસ કરતા જ આ એપ તે મહિલાના પતિ અથવા તેના પરિવારના કોઈ પુરુષ સભ્યને તેની સૂચના આપી દેશે. જ્યારે મહિલા બોર્ડર પર પોતાનો પાસપોર્ટ બતાવશે, તે સમયે ઘરના પુરુષ સભ્યને આ અંગે મેસેજ દ્વારા સૂચના મળી જશે.

આ એપે સાઉદીમાં આઝાદ વિચારો રાખનારી અને પોતાનો દેશ છોડનારી મહિલા માટે હવે મુશ્કેલી ઊભી કરી દીધી છે. Google સ્ટોર પરથી અત્યારસુધીમાં 10 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવેલી આ એપ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતા અમેરિકી કંપનીઓ Google અને Apple પર સ્ત્રી દ્વેષને વધારો આપવા અને લિંગભેદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ બાદ Google અને Appleએ પોતપોતાનો પક્ષ રજૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp