#IndependenceDay2018 : Google એ અનોખા અંદાજમાં આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
ભારત આજે પોતાની સ્વાતંત્રતાની 72મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. સર્ચ એન્જિન ગૂગલે પણ ડૂડલ બનાવીને ભારતની આઝાદીને સમર્પિત કર્યું છે. ગૂગલ ડૂડલમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો દેખાશે, તેની સાથે જ આ તસવીરમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને વાઘ, હાથ પણ જોવા મળી રહ્યા છે. ગૂગલ ડૂડલની નીચે એક લિંક પણ આપી છે, જેની પર ક્લિક કરતાં artsandculture.google.com પર પહોંચાય છે.
આ સાઇટ પર જાણીતા ફોટોગ્રાફર કુલવંત રાય દ્વારા ખેંચવામાં આવેલી કેટલીક ખાસ, દેશની આઝાદીથી જોડાયેલી દેશના મહાપુરુષોની કેટલીક ઐતિહાસિક તસવીરો સામે આવી જાય છે.આ તસવીરોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, અબુલ કલામ આઝાદ વગેરે જોવા મળે છે. આ ઐતિહાસિક તસવીરો દેશની આઝાદીની લડતો કાળમાં લઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp