કંટાળો આવે છે તો આ એપ પર હવે એકસાથે 12 લોકો કરો વીડિયો કોલિંગ

PC: slashgear.com

કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશોમાં લોકોને ઘર પર જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આખા ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન પણ છે. આવી સ્થિતિમાં પોતાના સગા-સંબંધીઓ તેમજ મિત્રો સાથે વીડિયો કોલ કરવા એ લોકો માટે એક પ્રકારે જરૂરી બની ગયું છે.

Googleએ પોતાની કોલિંગ એપ Duoમાં પણ તેને જોતા મોટો બદલાવ કર્યો છે. હવે Duo એપથી તમે એકસાથે 12 લોકોની સાથે વીડિયો કોલિંગ કરી શકો છો. આ પહેલા આ એપમાં માત્ર એકસાથે 8 વ્યક્તિઓ સાથે જ વીડિયો કોલ કરી શકાતો હતો.

Googleના પ્રોડક્ટ એન્ડ ડિઝાઈનના સીનિયર ડિરેક્ટર સનાજ અહારીએ માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે, આ કપરી પરિસ્થિતિમાં Duo પર ગ્રુપ કોલિંગમાં પાર્ટિસિપેન્ટ્સને 8થી વધારીને 12 કરવામાં આવી રહી છે અને તે આજથી જ શરૂ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તેને કંપનીએ ડાયરેક્ટ દરેક લોકો માટે અવેલેબલ કર્યું છે, આથી તમે આ એપને મેન્યુઅલી અપડેટ કરવાની પણ જરૂર નહીં રહેશે. હવે તમે ડાયરેક્ટ તેને Duo એપથી 12 લોકોને એક સાથે વીડિયો કોલ કરી શકશો.

જણાવી દઈએ કે, Google Duo એપ એન્ડ્રોઈડ અને આઈફોન બંને જ સ્માર્ટફોન્સમાં યુઝ કરી શકાશે. જો તમારી પાસે આ એપ નથી, તો એપ સ્ટોર અથવા પ્લે સ્ટોર પરથી તમે તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.

Duo ઓપન કરીને તમે નવું ગ્રુપ શરૂ કરીને 11 લોકોને એડ કરી શકો છો. આ રીતે તમારી સાથે કુલ 12 લોકો એક સાથે વીડિયો કોલિંગમાં જોડાઈ શકે છે. આ ફીચર કંપનીએ દુનિયાભરના યુઝર્સ માટે એક સાથે શરૂ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp