Googleએ Paytm Appને પ્લે સ્ટોર પરથી હટાવી, આ કારણ આપ્યું

PC: twitter.com

ઓનલાઈન પેમેટિંગ એપ Paytmને Google Play Storeમાંથી હટાવી લેવામાં આવી છે. Paytmને Play Storeમાંથી તેની ગેમ્બલિંગ પોલિસીના વાયોલેસન બદલ હટાવી લેવામાં આવી છે. Paytm ભારતના ખૂબ જ વેલ્યૂએબલ સ્ટાર્ટઅપ પૈકી એક છે અને તેના મહિને 50 મિલિયન કરતા પણ વધુ એક્ટિવ યુઝર્સ છે. Paytm ભારતમાં Google Payની કોમ્પિટીટર એપ છે, જેને આજે એટલે કે શુક્રવારે Play Storeમાંથી દૂર કરવામાં આવી છે. આ અંગે Googleનું કહેવું છે કે, Play Store ઓનલાઈન કસીનો અને અન્ય અનરેગ્યુલેટેડ ગેમ્બલિંગ એપ્સ કે જે ભારતમાં બેન છે, તેને ભારતમાં પોતાના Play storeમાં સામેલ નથી કરતી. દરમિયાન Paytm અવારનવાર કંપનીની પોલિસી તોડતું આવ્યું છે, જેને પગલે તેને Play Storeમાંથી હટાવવામાં આવી છે.

આ બાબતોના એક જાણકારનું આ અંગે કહેવું છે કે, Play Storeની પોલિસી અનુસાર તે એવી એપ્સને પણ પોતાના પ્લેટફોર્મ પર જગ્યા નથી આપતું કે જે પોતાની એપ થ્રૂ અન્ય વેબસાઈટ્સ પર જઈ પેઈડ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લઈને રીયલ મની અથવા કેશ પ્રાઈઝ જીતવાની તક આપે છે. જાણકારોના જણાવ્યા અનુસાર, IPL 2020 શરૂ થવાના એક દિવસ પહેલા Google Play Store દ્વારા ઉઠાવવામાં આવેલું પગલું અન્ય ગેમ્બલિંગ એપ્સ સંચાલકો માટે એક મેસેજ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, Paytm પેમેટિંગ અને UPI એપ One97 Communication Ltd. દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ એપ હવે Google Play Store પર સર્ચ કરવા પર દેખાઈ નથી રહી. જોકે, પહેલાથી Android સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ્ડ થયેલી એપ કામ કરી રહી છે.

જોકે, Paytm પેમેન્ટ એપ ઉપરાંત, કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલી અન્ય એપ્સ- Paytm for business, Paytm money, Paytm mall વગેરે Google Play Store પર હજુ પણ ઉપલબ્ધ છે. કંપની તરફથી હાલ આ એપને Google Play Store પરથી રિમૂવ કરાવા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. Paytmને વિજય શેખર શર્માની કંપની One97 Communication Ltd. ચલાવે છે. તેમાં ચીનના Alibaba ગ્રુપનું પણ ફંડિંગ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, Googleએ ભારતની મોસ્ટ પોપ્યુલર ઓન ડિમાન્ડ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ Disney + Hotstarને પણ પોતાની ફેન્ટસી સ્પોર્ટ્સ એપ્સની જાહેરાતના ડિસ્પ્લે પહેલા એક વોર્નિંગ દર્શાવવા માટે પણ કહ્યું છે.

આ અંગે Google Playના વાઈસ પ્રેસિડન્ટ, પ્રોડક્ટ, એન્ડ્રોઈડ સિક્યોરિટી એન્ડ પ્રાઈવસી સુઝેન ફ્રેએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, અમારી આ પોલિસી અમારા યુઝર્સને સંભવિત જોખમોથી બચાવવાનો એક પ્રયાસ છે. જ્યારે કોઈ અમારી આ પોલિસી તોડે ત્યારે અમે તેના ડેવલપરને તે અંગે ચેતવણી આપીએ છીએ અને છતા તે અમારી પોલિસી અનુસાર કામ ના કરે તો તેને અમે અમારા પ્લેટફોર્મ પરથી રિમૂવ કરી દઈએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp