શું તમે Google Chrome વાપરો છો? તો આ સમાચાર ખાસ વાંચી લો

PC: cdn.com

જો તમે Google Chrome વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા હો તો તેને તરત જ અપડેટ કરી લો. એવું ના કરવા પર તમને મુશ્કેલી થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, Googleએ Chrome વિન્ડોઝ, મેક અને Linux કમ્પ્યુટર્સ માટે હાઈ લેવલ સિક્યોરિટી પેચ જાહેર કર્યું છે. કંપનીએ આ સિક્યોરિટી પેચ સિક્યોરિટી ઈશ્યૂઝને લઈને જાહેર કર્યો છે. ક્રોમમાં કેટલીક ખામીઓ આવી છે, જેના કારણે અટેકર્સ ટાર્ગેટ કમ્પ્યુટર્સને હાઈજેક કરી શકે છે. Google Chrome વેબ બ્રાઉઝરમાં આ ઈશ્યૂ Google પ્રોજેક્ટ ઝીરોના સિક્યોરિટી રિસર્ચરે જ શોધ્યું છે. રિપોર્ટ અનુસાર, 19 ઓક્ટોબરે ક્રોમની આ ખામી અંગે જાણ થઈ હતી અને હવે તે ખામીને અપડેટ કર્યા બાદ પબ્લિક કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નિયમ અનુસાર કોઈપણ ખામી શોધ્યા બાદ રિસર્ચર્સ ત્યાં સુધી તેને પબ્લિક નથી કરતા જ્યાં સુધી કંપની તેને સુધારી ના લે. કારણ કે એવામાં કોઈપણ તે ખામીનો ફાયદો ઉઠાવીને યુઝર્સને નુકસાન પહોંચાડી શકે છે. આ ઈશ્યૂમાં zero-day vulnerability પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે Zero-Day એક પ્રકારની ખામી છે જે સોફ્ટવેર અથવા હાર્ડવેરમાં મળી આવે છે. તેને Zero Day એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેના વિશે સંપૂર્ણ જાણકારી નથી હોતી કે તે કયા પ્રકારની સમસ્યા છે.

જ્યાં સુધી કંપની આ ખામી વિશે જાણકારી મેળવીને તેને પેચ એટલે કે ફિક્સ ના કરી લે, ત્યાં સુધી તે Zero Day હોય છે. બાદમાં તેને one-day કહેવામાં આવે છે. Google પ્રોજેક્ટ ઝીરોના Ben Hawksએ ટ્વીટર પર Google Chromeની આ સમસ્યા વિશે જણાવ્યું છે અને લોકોને સાવચેત કર્યા છે. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે આખરે મુશ્કેલી શું છે. હાલ Chrome 86.0.4240.111 વર્ધનનું અપડેટ આવી ચુક્યુ છે અને તે હાઈ લેવલ સિક્યોરિટી પેચ છે એટલે કે તેને તમારે તાત્કાલિક ધોરણે અપડેટ કરવું જોઈએ.

Googleના ઓફિશિયલ બ્લોગ અનુસાર, આ સ્ટેપલ અપડેટ એક-બે દિવસ અથવા અઠવાડિયામાં તમામ માટે જાહેર કરી દેવામાં આવશે. તમે પણ પોતાના કમ્પ્યુટરમાં તેને ચેક કરી લો. જો અપડેટ આવી ગયો હોય તો તેને તરત જ અપડેટ કરી લો. જ્યારે આ અપડેટ તમામ કમ્પ્યુટર્સમાં આવી જશે, ત્યાર પછી તે સ્પષ્ટ થશે કે Google Chrome વેબ બ્રાઉઝરમાં શું સમસ્યા હતી. આ અપડેટમાં ટોટલ પાંચ સિક્યોરિટી ફિક્સ આપવામાં આવ્યા છે. કંપનીએ એ સ્પષ્ટ કર્યું છે કે, આ બગ ડીટેલ્સ ત્યાં સુધી નહીં જણાવવામાં આવશે, જ્યાં સુધી યુઝર્સ આ ફિક્સથી પોતાના Google Chromeને અપડેટ ના કરી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp