નવું મોટું Android અપડેટ આવી રહ્યું છે, Google તમારા ફોનમાં એડ કરશે આ ફીચર્સ

PC: androidpolice.com

Google આ વર્ષે મોટા Android અપડેટ-Android 12ને રીલિઝ કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં Android 12ના ડેવલોપર પ્રિવ્યુને લોન્ચ કરવામાં આવ્યું છે. તેનાથી યુઝર્સને આ વાતની ઝલક મળશે કે ગુગલ કયા નવા ફીચર્સ આપવાની તૈયારી કરી રહ્યું છે. એપલ પછી હવે Google પણ Android યુઝર્સને વધારે ડેટા ટ્રાન્સપરન્સી અને પ્રાઈવસી કંટ્રોલ ઉપલબ્ધ કરાવવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તો ચાલો જોઈ લઈએ Google તમારા ફોનમાં Android 12 દ્વારા કયા નવા ફીચર્સ એડ કરશે.

આ Android 12નું પહેલું  ડેવલોપર પ્રિવ્યું છે માટે તેમાં કેટલાંક ફોનમાં જ તેનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન્સ Pixel  3 સીરિઝ,Pixel 3A સીરિઝ, Pixel 4 સીરિઝ, Pixel 4A સીરિઝ અને Pixel 5 સીરિઝ છે. જે યુઝર્સ પાસે આ ફોન છે તેઓ લેટેસ્ટ Android 12 DP1ને ડાયરેક્ટ ટ્રાઈ કરી શકે છે. જોકે યુઝર્સ તેને પોતાના પ્રાઈમરી ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરવાથી બચે. કારણ કે તમે તેનાથી તમારા ડેટા ગુમાવી શકો છો.

આ સોફ્ટવેર અપડેટનું અર્લી બેસ્ડ છે, જેને એપ ડેવલોપર્સ અને ટેસ્ટર્સ માટે બનાવવામાં આવે છે, Googleના કહેવા પ્રમાણે, પહેલા Android Beta અપડેટ મે મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે સ્ટેબલ બિલ્ડને આ વર્ષના ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. Android 12ની વાત કરીએ તો Googleના બ્લોગ પોસ્ટ પ્રમાણે તેમાં HEVCમાં અને HDR ફોર્મેટમાં રેકોર્ડેડ વીડિયો ઓટોમેટીકલી AVC ફોર્મેટમાં ટ્રાન્સકોડ થઈ જશે. તેમાં યુઝર્સને એક નવો AVIF ઈમજ ફાઈલ ફોર્મેટનો સપોર્ટ પણ ઓફર કરશે, જે JPED ફોર્મેટની સરખામણીએ ફાઈલની સાઈઝ વધાર્યા વગર ઈમેજ ક્વોલિટીને ઈમ્પ્રુવ કરવામાં મદદ કરશે.

આ અપકમિંગ OSમાં હેપ્ટીક-કપલ્ડ ઓડિયો ઈફેક્ટ્સ માટે પણ સપોર્ટ મળશે. ગુગલે નવા OSમાં જેસ્ચર નેવિગેશનને પણ ઈમ્પ્રુવ કરી છે. સાથે જ નવા Android અપડેટ પછી સેટિંગ્સ એપના ડિઝાઈનમાં પણ કેટલાંક બદલાવ જોવા મળશે. એક રિપોર્ટના કહેવા પ્રમાણે, Android 12માં કેમેરો અને માઈક્રોફોનને બ્લોક કરવા માટે પ્રાઈવસી ટોગલ્સ પણ મળશે. આ પ્રાઈવસી ફોકસ્ડ યુઝર્સ માટે ઘણું સારું ફીચર હશે. આ બધા સિવાય Google નવા અપડેટમાં નિયરબાય યુઝર્સની સાથે Wi-Fi પાસવર્ડ્સને વાયરલેસ રીતે શેર કરવાની એબિલિટીને પણ એડ કર્યું છે. Google ઈમરજન્સી SOS ફીચરના ઉપયોગને પણ સરળ બનાવી દીધો છે. Android 12 યુઝર્સને ઈમરજન્સી ફીચરને એક્ટિવેટ કરવા માટે પાવર બટનને માત્ર 5 વખત પ્રેસ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp