લાલ મંગળ પર ક્યાંથી આવ્યો આ રહસ્યમયી ગ્રીન પથ્થર, પર્સિવરેન્સે લીધા ફોટા

PC: aajtak.in

મંગળ ગ્રહ લાલ રંગનો છે તે સૌને ખબર છે. જ્યાંની માટી પણ લાલ રંગની છે. પથ્થરોનો રંગ પણ લાલ રંગ સાથે મળતો આવે છે. અચાનક ત્યાં પર એક ગ્રીન કલરનો ચમકદાર પથ્થર જોઈને નાસાના વૈજ્ઞાનિકો હેરાન રહી ગયા છે. તેમને સમજમાં નથી આવી રહ્યું કે આખરે લાલ ગ્રહ પર ગ્રીન કલરનો પથ્થર આવ્યો ક્યાંથી. નાસાના માર્સ પર્સિવરેન્સ રોવરને આ પથ્થર તે સમયે દેખાયો જ્યાં તે ઈઝીન્યૂટી હેલિકોપ્ટરને સપાટી પર ઉતારવા માટે આગળ વધી રહ્યું હતું.

આ રહસ્યમયી ગ્રીન કલરના પથ્થરની અસલિયતનો ખુલાસો હજુ સુધી થયો નથી. આ ક્યાંથી આવ્યો છે, આ કંઈ વસ્તુમાંથી બન્યો છે, પરંતુ તેમાં નાના નાના ખાડાઓ છે અને વચ્ચે વચ્ચે ચમકતી કોઈ ક્રિસ્ટલ જેવી વસ્તુ. જેની પર પ્રકાશ પડવાથી તે વધારે ચમકીલી દેખાય છે. નાસા પર્સિવરેન્સે પોતાના ટ્વિટર હેન્ડલ અકાઉન્ટથી લખ્યું છે- એન્જીન્યૂટી હેલિકોપ્ટરને મંગળની સપાટી પર ઉતાર્યા પછી અમારી ટીમે આ પથ્થરને જોયો છે. તેના ફોટ રોવર પર લાગેલા કેમેરામાં લેવામાં આવ્યા છે. હાલમાં આ અંગે અમારી પાસે માત્ર હાઈપોથેસિસ છે, જ્યાં સુધી રોવર તેની તપાસ નહીં કરે કંઈજ કહી શકાય તેમ નથી.

નાસાના વૈજ્ઞાનિકો હેરાન છે કે આ પથ્થર જો મંગળ ગ્રહના લોકલ બેડરોકનો હિસ્સો છે તો તેનો રંગ આવો કેમ છે. ક્યાં તો એ સીધો અંતરીક્ષની કોઈ ગતિવિધીથી અહીં આવ્યો છે અથવા કોઈ ઉલ્કાપીંડનો ટુકડો છે. અથવા બીજું કંઈ. જ્યાં સુધી આ પથ્થરની તપાસ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેના અંગે કહેવું કંઈ પણ મુશ્કેલ છે. આ પથ્થર આશરે 6 ઈંચ એટલે કે 15 સેન્ટીમીટર લાંબો છે. નજીકથી જોવા પર તેની ઉપર લેઝર માર્ક જોવા મળે છે. તેને એક વખત સુપરકેમ લેઝર દ્વારા તપાસવામાં આવી ચૂક્યો છે. લેઝર તપાસ દરમિયાન ખબર પડ્યું કે આ પથ્થરની અંદર ચમકદાર ક્રિસ્ટલ જેવી કોઈ ધાતુ છે, જેની પર પ્રકાશ પડવાને લીધે તે વધારે ચમકે છે.

એક વખત તેની સૂંપર્ણ તપાસ થયા પછી જ ખબર પડશે કે તે મંગળ ગ્રહનો છે કે નથી. નાસાનું માર્સ પર્સિવરેન્સ રોવર મંગળ ગ્રહ પર 18 ફેબ્રુઆરીના રોજ ઉતર્યું હતું. તેનો મુખ્ય હેતુ જેજેરો ક્રેટરમાં પ્રાચીન જીવનની શોધ કરવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે ક્રેટરમાં આ પહેલા તળાવો અને નદીઓ હતી, આ એક મોટા ડેલ્ટાનો હિસ્સો હતો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp