GTUની ઓનલાઇન ટેસ્ટ-1ની સફળતા, બીજી ટેસ્ટમાં દેશભરમાંથી 1.19 લાખ વિદ્યાર્થી

PC: gtu.ac.in

તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી તૈયારીઓના એક ટેસ્ટ સ્વરૂપે પ્રાયોગિક ધોરણે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં બી.ફાર્મની મોક ટેસ્ટ લેવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી 95% વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી 75% વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉતિર્ણ થયા હતા. જીટીયુ દ્વારા બી.ફાર્મની મોક ટેસ્ટના સફળ આયોજન પછી 23 મે ના રોજ બેચલર ઑફ એન્જિનિયરીંગ(બી.ઈ.) અને ડિપ્લોમાની વિવિધ શાખાઓના મોક ટેસ્ટ લેવામાં આવશે. જેમાં બી.ઈ. અને ડિપ્લોમાના અનુક્રમે સેમેસ્ટર 2,4,6 અને સેમેસ્ટર 2,4 ના 119309 વિદ્યાર્થીઓ આ ઓનલાઈન મોક ટેસ્ટ આપશે. વિદ્યાર્થીઓ મોબાઇલ , લેપટોપ કે અન્ય ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને ઓનલાઈન ટેસ્ટ આપી શકશે.

મ્યાનમાર , શ્રીલંકા અને ભૂટાન જેવા દેશના વિદ્યાર્થીઓ તથા ભારતમાંથી પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ , બિહાર, મહારાષ્ટ્ર , જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, તેલંગાણા અને કર્ણાટક જેવા 20 થી વધુ રાજ્યોના 119309 વિદ્યાર્થીઓ આ ઓનલાઈન મોક ટેસ્ટ આપશે.

જીટીયુ દ્વારા આયોજીત આ મોક ટેસ્ટમાં માત્ર ભારત જ નહીં, શ્રીલંકા, ભૂટાન અને મ્યાનમારથી પણ જીટીયુના વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. આ ટેસ્ટનું આયોજન પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે, જેમાં 30 માર્ક્સના એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હશે. જેને 30 મિનિટની સમયમર્યાદામાં પુરા કરવાના રહેશે તથા તેનું રિઝલ્ટ ત્વરીત વિદ્યાર્થી દ્વારા ઉપયોગ કરાયેલ ડિજીટલ ઉપકરણ પર જ મળી જશે.

 જીટીયુ દ્વારા આયોજિત આ મોક ટેસ્ટનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓના ફાઈનલ મેરીટ સાથે કરવામાં આવશે નહીં. પરંતુ આ એક પ્રાયોગિક ધોરણે કરવામાં આવતી પ્રક્રિયા છે. એમસીક્યુ પ્રકારના મોક ટેસ્ટ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા ગેટ અને જીપેટ જેવી પરીક્ષામાં પણ મદદરૂપ થશે. 23 મે ના રોજ યોજાનાર બી.ઈ. અને ડિપ્લોમાના મોક ટેસ્ટનો સમય અનુક્રમે 12:00 થી 12:30 અને 2:00 થી 2:30 કલાકે રહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp