આ વ્યક્તિ આમ તો મૃત્યુ પામ્યો છે, પણ રોબોટ બની જીવી રહ્યો છે

PC: twimg.com

તમે હોલિવુડ ફિલ્મ ટર્મિનેટર તો જોઈ જ હશે. જેમાં અભિનેતા આર્નોલ્ડ એક Cyborg(હાફ હ્યુમન, હાફ રોબોટ) છે. જેનો અર્થ થાય છે સાઈબરનેટિક ઓર્ગેનિઝ્મ. જેમાં માનવ શરીરના અંગો અને રોબોટ સાથે મળીને કામ કરે છે.

ઈંગ્લેન્ડના એક વૈજ્ઞાનિક ડૉ. પીટર મોર્ગન પોતાને Cyborg બનાવી ચૂક્યા છે. તેમને મોટર ન્યૂરોનની બીમારી હતી. જેમાં માંસપેશી ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. આ કારણે 61 વર્ષના પીટરે મોતની સામે હાર માનવાની જગ્યાએ વિજ્ઞાનની મદદથી પોતાને જીવીત રાખવાનો નવો ઉપાય શોધી કાઢ્યો. 10 ઓક્ટોબરે જ તેમણે સર્જરી કરાવી. જે પછી તેઓ ઈચ્છે છે કે, લોકો તેમને પીટર 2.0 કહીને બોલાવે. સર્જરી પહેલા તેમણે ટ્વીટ પણ કરી હતી.

શરીરના ત્રણ ભાગો મેકેનિકલઃ

પીટરના શરીરના ત્રણ ભાગો મેકેનિકલ છે. તેમના શરીરમાં યંત્ર લાગી ગયા છે. આ માટે તેમણે 2018 જૂનમાં ઘણાં ઓપરેશન પણ કરાવ્યા હતાં.

ગેસ્ટ્રોટોમીઃ આ ઓપરેશન દ્વારા તેમના પેટમાં ખાવાની ટ્યૂબ સીધી જોડી દેવામાં આવી હતી.

સિસ્ટોટોમીઃ આ ઓપરેશનમાં તેમના બ્લેડરની સાથે કૈથેટર જોડી લેવામાં આવ્યું હતું. જેથી તેમનું પેશાબ સાફ થઈ શકે.

કોલોસ્ટોમીઃ એક વેક્યૂમ ક્લીનર જેવું વેસ્ટ બેગ તેમના કોલોન સાથે જોડી લેવામાં આવ્યું, જેથી તેમના મળની સફાઈ થઈ શકે.

તો ચોથાં ઓપરેશન દ્વારા તેમના ફેફસામાં શ્વાસ લેવા માટે સીધી નળી લગાડી દેવામાં આવી હતી.

તેમનો ચહેરો રોબોટિક બની ગયો છે. તેમાં આર્ટિફિશ્યિલ માંસપેશી લાગેલી છે. તેના સિવાય આઈ કન્ટ્રોલિંગ સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી છે. જેની મદદથી તેઓ આંખોના ઈશારાથી કમ્પ્યૂટરને ચલાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp