મોંઘી થઈ ગઈ Hero, Bajaj અને TVSની આ બાઈકો, જાણો કેટલી વધી કિંમત

PC: indiacarnews.com

જો તમે આ મહિને બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે. અસલમાં આ મહિને Hero, Bajaj અને TVSસે પોતાની ઘણી બાઈક્સની કિંમતમાં વધારો કર્યો છે. તો આજે એ બાઈક્સ અંગે જણાવી દઈએ જેની કિંમતમાં કંપનીઓએ વધારો કર્યો છે. તો ચાલો તેની પર એક નજર મારી લઈએ.

TVS Star City Plus:

તેના ડ્રમ અને ડિસ્ક બ્રેકની કિંમતોમાં 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેના ડ્રમ બ્રેક વેરિયન્ટની દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 66985 રૂપિયા છે. જ્યારે તેના ડિસ્ક બ્રેક વેરિયન્ટની કિંમત 69465 રૂપિયા છે.

TVS Apache RTR 200 4V:

TVS મોટર કંપનીએ આ મહિનાથી પોતાની બાઈક Apache RTR 200 4Vવીને મોંઘી કરી દીધી છે. કંપનીએ તેની કિંમતમાં 1295 રૂપિયાનો વધારો કર્યો છે. વધેલી કિંમતો પછી TVS Apache RTR 200 4Vની એક્સ શો રૂમ કિંમત 129315 રૂપિયા થઈ ગઈ છે. તેના ડ્યુઅલ ચેનલ ABS વેરિયન્ટની કિંમત 134365 રૂપિયા છે.

2021 TVS Apache RTR 160 4V:

TVSએ પોતાની TVS Apache RTR 160 4Vની કિંમતમાં 45 રૂપિયાનો વધારો કર્યો છે. વધેલી કિંમતો પછી Apache RTR 160 4Vના ડ્રમ બ્રેકવેરિયન્ટની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 108565 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે તેના ડ્યુઅલ વેરિયન્ટની કિંમત 111615 રૂપિયા થઈ ગઈ છે.

Bajaj Dominar 400:

Bajaj Dominar 400ની કિંમતમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમત 202755 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 199755 રૂપિયા હતી.

Hero Extreme 200S:

Hero Motocorpની Hero Extreme 200Sને 3000 રૂપિયા મોંઘી કરવામાં આવી છે. Hero Extreme 200Sની કિંમત વધ્યા પછી 120214 રૂપિયા પહોંચી છે.

Bajaj Dominar 250:

Bajaj Auroએ પોતાની બાઈક Bajaj Dominar 250ની કિંમતમાં 3000 રૂપિયાનો વધારો કર્યો છે. હવે તેની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 170720 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 167718 રૂપિયા હતી.

2021 Hero XPulse 200T:

XPulse 200 અને XPulse 200Tની કિંમતમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો પછી હવે Hero Xpulse 200ની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 118230 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે Hero XPluse 200Tની કિંમત 115800 રૂપિયા થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp