નવી Hero Passion Pro અને Glamour બાઈક થઈ લોન્ચ, જાણો કિંમત

PC: ndtvimg.com

Hero Motocorpએ તેની બંને બાઈક Hero Passion Pro અને Hero Glamourના અપડેટેડ મોડલ લોન્ચ કરી દીધા છે. બંને બાઈક્સ નવી સ્ટાઈલિંગ, નવા ફિચર્સ અને નવા એન્જિનની સાથે આવી છે. આ બંને બાઈક્સ BS6 માપદંડની સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીની આ બંને બાઈક્સ ડ્રમ અને ડિસ્ક મોડલમાં ઉપલબ્ધ છે. આ બંને બાઈક્સમાં એક્સસેંસ ફ્યૂલ ઈન્જેક્શન ટેક્નોલોજી આપવામાં આવી છે. જે વધારે માઈલેજ, સારું એક્સેલરેશન અને મ્સૂધ રાઈડિંગ આપવામાં મદદ કરે છે.

Hero Passion Pro અને Hero Glamour, આ બંને બાઈક્સમાં નવા એન્જિન આપવામાં આવ્યા છે.

એન્જિનઃ

Hero Passion Pro:

હીરો પેશન પ્રો BS6 કમ્પ્લાયન્ટ બાઈકમાં 110cc ફ્યુઅલ ઇન્જેક્ટેડ, સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 7500 rpm પર 9bhpનો પાવર અને 5500 rpm પર 9.89Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 સ્પીડ ટ્રાન્સમિશન મળશે. હીરોનું કહેવું છે કે, નવું BS6 એન્જિન BS4 એન્જિન કરતાં 9% વધુ પાવર અને 22% વધુ ટોર્ક આપે છે.

Hero Glamour:

બીજી અપડેટેડ ગ્લેમરમાં 125cc સિંગલ સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે જૂના જે BS4 મોડેલ કરતાં 19% વધારે પાવર આપે છે. એન્જિન 7500 rpm પર 10.73hp અને 6000 rpm પર 10.6Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇકમાં 5 સ્પીડ ગિયરબોક્સ મળશે. નવાં ગ્લેમરને 180mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે.

ડિઝાઈનઃ

Hero Passion Pro:

હીરો પેશન પ્રોનું BS6 મોડેલ પહેલાં કરતાં વધારે સ્પોર્ટી લાગે છે. તેની ફ્યુલ ટેંક ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. આ તેને એક નવો લુક આપે છે. યુવાનોને આકર્ષવા માટે કંપનીએ તેમાં નવા કલર ઓપ્શન્સ ઉમેર્યાં છે, જેમાં સ્પોર્ટ રેડ, ટેક્નો બ્લુ, મૂન યલો અને ગ્લેઝ બ્લેકનો સમાવેશ છે. આ ટ્રિપલ ટોન કલરમાં અવેલેબલ છે, જે લુકને પહેલાં કરતાં વધારે બોલ્ડ બનાવે છે. 

પેશન પ્રો બાઇકને નવી ડાયમંડ ફ્રેમ પર ડિઝાઇન કરવામાં આવી છે, તેના આગળ અને પાછળના સસ્પેન્શન વધુ સારું થઈ ગયાં છે. તેમજ, નવી ફ્રેમને કારણે તેનાં ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં પણ 9%નો વધારો કરવામાં આવ્યો છે. તેમાં ઓટો સેલ ટેક્નોલોજી અને ડિજિટલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવી પેશન પ્રો રિયલ-ટાઇમ માઇલેજ ઇન્ડિકેટરથી પણ સજ્જ છે.

Hero Glamour:

હીરોએ BS6 ગ્લેમરમાં ઓટો સેલ ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. તેમાં હીરોની i3S સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમ પણ છે, જે આપમેળે જરૂરિયાત મુજબ એન્જિન બંધ કરી દે છે જેથી ફ્યુલ બચાવી શકાય. આ બાઇકમાં સેમિ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સહિતના અનેક કોસ્મેટિક ફેરફારો થયા છે, જેમાં સિગ્નેચર H-શેપ LED ટેલલેમ્પ, ડ્યુઅલ ટોન ગ્રાફિક્સ, સ્પ્લિટ ઓઇલ વ્હીલ્સ, નવી ગ્રેબ રેલ્સ અને ચાર કલર ઓપ્શન્સ મળશે, જેમાં સ્પોર્ટ રેડ, ટેક્નો બ્લુ, ટોર્નાડો ગ્રે અને કેન્ડી રેડ સામેલ છે.

 

કિંમતઃ

નવી પેશન પ્રોની કિંમત 64,990 અને 67,190 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે નવી ગ્લેમરની કિંમત 68,900 અને 72,400 રૂપિયા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp