Hero બંધ કરી શકે છે આ બાઈક, વેબસાઈટ પરથી હટાવાઈ બાઈક

PC: motoroids.com

Hero MotoCorp તેની સ્પોર્ટ્સ લુકવાળી બાઈકને બંધ કરી શકે છે. કંપનીએ તેની વેબસાઈટ પરથી આ બાઈકને હટાવી લીધી છે. તેના સ્થાને કંપનીએ તેની વેબસાઈટ પર 200cc વાળી બાઈક્સની ફ્લેગશિપ રેંજના રૂપમાં રજૂ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે વેચાણ ન થવાને કારણે કંપની આ સ્પોર્ટ્સ બાઈક બંધ કરી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, Hero MotoCorp આ બાઈકને BS6 એમિશન નોર્મ્સ અનુસાર અપગ્રેડ કરશે નહીં. આ બાઈક બે મોડલમાં અવેલેબલ હતી. જેમાં 223ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 8,000 rpm પર 20 bhp પાવર અને 6500 rpm પર 19.7 Nm ટોર્ક જનરેટ કરે છે.

આ બાઈકને વર્ષ 2003માં હીરો-હોંડાના જોઈન્ટ વેન્ચરમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. 2007નાં તેનું અપગ્રેડેશન મોડલ બજારમાં લોન્ચ કરવામાં આવ્યું. 2009માં આ બાઈકનું બીજુ મોડલ લોન્ચ થયું. 2010માં હીરો અને હોંડા અલગ થઈ ગયા. ત્યાર બાદ હીરોએ આ બાઈકને વેચવાનું ચાલું રાખ્યું.

વેબસાઈટ પર આ 4 ફ્લેગશીપ બાઈકઃ

Hero MotoCorpની વેબસાઈટ પર હવે 200ccની 4 બાઈક ફ્લેગશિપ બાઈકના રૂપમાં લિસ્ટેડ છે. જેમાં એક્સપલ્સ 200, એક્સપલ્સ 200T, એક્સટ્રીમ 200S અને એક્સટ્રીમ 200R સામેલ છે.

Hero MotoCorp તેની જે સ્પોર્ટ બાઈકને બંધ કરી શકે છે તેનું નામ છે- Karizma ZMR. જેને કંપનીએ તેની વેબસાઈટ પરથી હટાવી લીધી છે. વેચાણ નહીં થવાને કારણે કંપની આ બાઈકને બંધ કરી શકે છે એવું માનવામાં પણ આવી રહ્યું છે. આ બાઈક બે મોડલ Karizma અને Karizma ZMR નામથી ઉપલબ્ધ હતી. Karizma ZMRમાં ફ્યૂલ ઈંજેક્ટેડ ટેક્નોલોજી આપવામાં ઈવી છે, જ્યારે Karizmaના સ્ટાન્ડર્ડ મોડલમાં કાર્બ્યુરેટર સિસ્ટમ છે.

2003માં Karizma બાઈકને હીરો-હોંડાના જોઈન્ટ વેન્ચરે લોન્ચ કરી હતી. ત્યાર બાદ Karizma ZMRને 2009માં લોન્ચ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp