ફેસ્ટિવલ સીઝન પહેલા Heroની ગાડીઓ થઈ મોંઘી, આટલી વધી કિંમત!

PC: rushlane.com

Hero MotorCorp પોતાની બાઇક અને સ્કૂટરની કિંમતમાં સોમવારથી વધારવા જઈ રહી છે. ફેસ્ટિવલ સીઝન પહેલા જ કિંમતોમાં આ વધારો ગાડીઓના મોડલ અને માર્કેટના હિસાબે થશે. Hero MotorCorpએ એક નિવેદનમાં કહ્યું છે કે 20 સપ્ટેમ્બરથી તેઓ પોતાની બાઇક અને સ્કૂટરની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. એક ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ અલગ અલગ મોડલ અને માર્કેટના હિસાબે કિંમતોમાં 3000 રૂપિયા સુધીનો વધારો થશે. Hero MotorCorp દેશની સૌથી મોટી ટૂ વ્હીલ કંપની છે.

Hero MotorCorpએ પોતાના નિવેદનમાં કહ્યું કે વાહનોને બનાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે એટલે તેની કિંમત વધારવી વ્યાજબી થઈ ગયું હતું જેથી તેના ભારને થોડો ઓછો કરી શકાય. આગામી તહેવારોમાં કંપનીને ગાડીઓની સેલની સારી આશા છે. આગામી મહિને નવરાત્રિની શરૂઆતથી જ દેશમાં ફેસ્ટિવલ સીઝનની શરૂઆત થઈ જશે. આ દરમિયાન ગાડીઓ, સોના-ચાંદી, ઘરેણાં અને મકાનોની સેલમાં જબરદસ્ત વધારો જોવા મળે છે. મોટા ભાગની ઓટો કંપનીઓ તહેવારી ખરીદીનો ફાયદો ઉઠાવવા માટે ઘણી ઓફર લઈને આવે છે.

હાલમાં Hero MotorCorpએ પોતાના ઑગસ્ટના વેચાણના આંકડા જાહેર કર્યા હતા. ઑગસ્ટમાં કંપનીના કુલ વેચાણમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને કંપનીએ કુલ 4.53 લાખ વાહન જ વેચ્યા હતા. જ્યારે ગત વર્ષે ઑગસ્ટમાં કોરોના મહામારીની અસર છતા કંપનીના 5.84 લાખ વાહનોનું વેચાણ હતું. Hero MotorCorpએ જુલાઈની પ્રોડક્ટ લાઇનમાં કિંમતોમાં એક ટકાનો વધારો કર્યો છે. કંપની મુજબ ગાડી બનાવવામાં ઉપયોગ થનારા કાચા માલની કિંમતો સતત વધી રહી છે જેની અસર ગાડીના ખર્ચ પર પડી રહી છે.

નવી કિંમતો સોમવાર એટલે કે 20 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. કુલ મળીને તમારી પાસે સસ્તી કિંમતની બાઇક અને સ્કૂટર ખરીદવા માટે માત્ર 3 દિવસનો સમય બચ્યો છે કેમ કે ત્રણ દિવસ બાદ બાઇક અને સ્કૂટર લગભગ 3000 રૂપિયા મોંઘા થઈ જશે. વર્ષ 2021મા એ ત્રીજી વખત છે જ્યારે Hero MotorCorpએ પોતાની બાઈક્સ અને સ્કૂટરની કિંમતો વધારી છે. પહેલા કંપની માર્ચ અને જુલાઇ મહિનામાં કિંમતો વધારી હતી. જુલાઈમાં 3000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પણ કંપનીએ કોમોડિટી (સ્ટીલ, તાંબું અને અન્ય) કિંમતમાં વધારાને જવાબદાર ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp