Hero Splendor iSmart બાઈક BS6ની સાથે લોન્ચ, જાણો કિંમત અને ફિચર

PC: tosshub.com

Hero MotoCorpએ તેની લોકપ્રિય બાઈક Hero Splendorને BS6 એન્જિનની સાથે Splendor iSmart એવા નવા અવતારમાં લોન્ચ કરી દીધી છે. આ નવી બાઈકમાં કંપનીએ અમુક ખાસ ફિચર્સ પણ સામેલ કર્યા છે. સાથે જ તેમાં માઈલેજ વધારવા માટે પણ ખાસ ફિચર સામેલ કર્યું છે. કંપનીએ આ બાઈકને ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરી છે.

કિંમતઃ

આ બાઈકની શરૂઆતની કિંમત 64,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કંપનીએ દાવો કર્યો છે કે, બાઈક 44 ટકા ઓછું કાર્બન મોનોક્સાઈડનું ઉત્સર્જન કરશે. આ સાથે તેમાં ફ્યૂઅલ એન્જેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે , જે બાઈકને સારી માઈલેજ આપશે. હાલમાં જ આ બાઈકને BS6 સર્ટિકફિકેટ મળ્યું હતું.

એન્જિનઃ

કંપનીએ આ બાઈકમાં હાલના મોડલની સરખામણીમાં મોટા એન્જિનનો પ્રયોગ કર્યો છે. બાઈકમાં 113.2ccની ક્ષમતાનું એન્જિન વાપરવામાં આવ્યું છે. જ્યારે સ્ટાર્ન્ડડ મોડલમાં કંપનીએ 109.15ccની ક્ષમતાના એન્જિનનો ઉપયોગ કર્યો હતો. પણ ધ્યાનની વાત તો ઓ છે કે, એન્જિનની કેપેસિટી વધારવા છતાં પણ તેમાં પાવર મોજૂદ મોડલથી ઓછો જ રહેશે.  હાલના મોડલનું સ્ટાર્ન્ડડ મોડલવાળું એન્જિન 9.5hpનું પાવર જનરેટ કરે છે, જ્યારે નવું BS6 એન્જિન 9.1hpનું પાવર આઉટપુટ જનરેટ કરે છે.

નવા Splendor iSmart BS-6માં કંપનીએ ગ્રાઉન્ડ ક્લિયરન્સને પ્રોત્સાહન આપ્યું છે. આ ગ્રાઉન્ડ ક્લીયરન્સને 15mm સુધી વધારીને 180mm કરી દેવામાં આવ્યું છે. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે, આ બાઈક પાછલા મોડલની સરખાણીમાં 10 ટકા સુધી વધુ ટોર્ક પ્રદાન કરશે.

કલરઃ

આ બાઈક ત્રણ કલર ઓપ્શનમાં મળશે. રેડ, બ્લૂ અને ગ્રે. કંપનીએ આ બાઈક માટે ડૂન મહિનામાં ICAT પાસેથી BS6 સર્ટિફિકેટ હાંસલ કરી લીધું હતું. આ સર્ટિફિકેટ હાંસલ કરનારી તે દેશની પહેલી કંપની બંની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp