ડ્યુઅલ રિયર કેમેરા સાથે Nokia 2.3 લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

PC: twimg.com

Nokia 2.3ને ગુરુવારે Cairoમાં લોન્ચ કરવામાં આવ્યો છે. HMD ગ્લોબલ તરફથી આ લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન છે. કંપનીએ Nokia 2.3ને એક કેમેરા અને એન્ટરટેઈન્મેન્ટ ફોકસ્ડ ફોન ગણાવ્યો છે. તેના રિયરમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે અને તેમાં ડેડીકેટેડ Google આસિસ્ટન્ટ બટન પણ આપવામાં આવ્યું છે.

HMD ગ્લોબલએ Nokia 2.3ની કિંમત EUR 109 (આશરે 8600 રૂપિયા) નક્કી કરી છે. Nokia Indiaની વેલસાઈટમાં આ સ્માર્ટફોનને 5999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. તેનું વેચાણ મિડ ડિસેમ્બરથી શરૂ થશે. હાલ ભારમાં તેની ઉપલબ્ધતા સંદર્ભમાં કોઈ જાણકારી મળી નથી. ગ્રાહકોને આ સ્માર્ટફોન ચારકોલ, સિયાન ગ્રીન અને સેન્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ બનશે.

તેના સ્પેસિફેકેશન્સની વાત કરીએ તો, ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 9 પાઈ પર ચાલે છે. કંપનીએ એ પણ જાણકારી આપી છે કે, તેમાં એન્ડ્રોઈડ 10નો પણ સપોર્ટ મળશે. આ બજેટ સ્માર્ટફોનમાં 6.2 ઈંચ HD+ (720*1520 પિક્સલ) ઈન-સેલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 2GB રેમની સાથે ક્વોડ-કોર MediaTek Helio A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે Nokia 2.3ના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સેટઅપમાં 13 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. રિયર સેટઅપમાં LED ફ્લેશ મોડ્યૂલ પણ આપવામાં આવ્યું છે. ફ્રન્ટમાં તેમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જેનો અપર્ચર f/2.4 છે.

Nokia 2.3ની ઈન્ટરનલ મેમરી 32GB છે, જેને કાર્ડની મદદથી 400GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ v5.0, GPS/ A-GPS, માઈક્રો-USB (v2.0) અને 3.5mm હેડફોન જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તેની બેટરી 4000mAhની છે અને સાથે 5Wનું ચાર્જર આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp