આ કાર લોકોને આવી ઘણી પસંદ, કંપનીએ વેચ્યા 5 લાખથી વધારે યુનિટ્સ

PC: cardekho.com

જાપાનની કાર બનાવનારી કંપની Honda Cars Indiaએ ભારતીય માર્કેટમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. અસલમાં કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે તેણે પોતાની સિડાન કોમ્પેક્ટ કાર Amazeના અત્યાર સુધીમાં 5 લાખથી વધારે યુનિટ્સનું વેચાણ કરી લીધું છે. કંપનીએ આ કારને ભારતીય માર્કેટમાં 2013ના વર્ષમાં લોન્ચ કરી હતી. તેનો મતલબ એ થયો કે 9 વર્ષના ગાળામાં કંપનીએ આ મુકામ હાંસલ કર્યો છે.

Honda Cars Indiaનું કહેવું છે કે તેણે પોતાની આ કારને ખાસ કરીને ઈન્ડિયન માર્કેટને ધ્યાનમાં રાખીને બનાવી હતી. કંપની તેને રાજસ્થાનના તાકપુરા સ્થિત પ્લાન્ટમાં બનાવે છે. હોન્ડા આ કારને ભારતીય માર્કેટમાં વેચવાની સાથે અન્ય ઘણા દેશોમાં પણ એક્સપોર્ટ કરે છે. Honda Cars Indiaના પ્રેસિડન્ટ એને સીઈઓ તાકુયા સુમુરાએ આ ઉપલબ્ધિ પર કહ્યું છે કે, Honda Amaze માટે 5 લાખ યુનિટ્સ વેચવાનો માઈલ સ્ટોન હાંસલ કરવો અમારા માટે ગૌરવની વાત છે. અમે અમારા બ્રાન્ડને પ્રેમ આપવા અને અમારો સ્વીકાર કરવા માટે ગ્રાહકોના આભારી છીએ. સાથે જ સતત સપોર્ટ કરવા માટે અમે અમારા પાર્ટનર્સના પણ આભારી છીએ.

સુમુરાએ આગળ કહ્યું છે કે Honda Amaze ભારતમાં અમારા માટે રણનીતિક રીતે મહત્વનું એન્ટ્રી મોડલ છે અને અમારા બિઝનેસનો આધાર છે. મોટા અને નાના શહેરોમાં એક સાથે તેની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાને વધારવી આ વાતનો સબૂત છે કે ન માત્ર આ પ્રીમિયમ સિડાન કાર ગ્રાહકોની જરૂરિયાત પર ખરી ઉતરી છે પરંતુ તેમની આશાઓથી વધારે સારી સાબિત થઈ છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે Honda Amaze હાલ ભારતીય માર્કેટમાં સેકેન્ડ જનરેશન વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ ભારતમાં એન્ટ્રી સિડાન સેગમેન્ટમાં મજબૂત પકડ ધરાવે છે અને તેને ખરીદનારા ગ્રાહકો તરફથી ઘણા સારા રિવ્યૂઝ મળ્યા છે.

સુમુરાએ કહ્યું છે કે, આ અમારો પ્રયાસ છે કે અમે ગ્રાહકોને શાનદાર કમ્ફર્ટ, સુરક્ષા અને માનસિક શાંતિની સાથે અત્યાધુનિત ટેકનીક તથા ક્લાસ ડિફાઈનિંગ પ્રોડક્ટ પૂરી પાડીએ. Honda Amaze મેન્યુઅલ ટ્રાન્સમિશન અને સીવીટી બંને વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેમાં 1.2 લિટર i-vtech પેટ્રોલ એન્જિન છે.

આ 1.5 લિટર i-vtech ડિઝલ એન્જિનમાં પણ ઉપલબ્ધ છે. મજેદાર વાત એ છે કે Honda Amaze પોતાના સેગમેન્ટમાં CVT ઓટોમેટિક ગિયરબોક્સવાળી એકમાત્ર કાર છે. માર્કેટમાં તે મારુતિ Suzuki Dzire,Tata Tigor અને Hyundai Aura ને ટક્કર આપે છે. આ ભારતમાં હોન્ડાની સૌથી વધુ વેચાણ થનારી કાર છે. હોન્ડાના કુલ વેચાણમાં તેનો ફાળો 40 ટકાથી વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp