Honda Graziaનું Sports Edition ભારતમાં થયું લોન્ચ, જાણો કિંમત

PC: gaadiwaadi.com

Honda Motorcycle and Scooter India Ltdએ પોતાના આધુનિક અર્બન 125cc સ્કૂટરના નવા અવતાર Honda Grazia Sports Editionને ભારતમાં લોન્ચ કરી દીધું છે. કંપનીએ Graziaના નવા સ્પોર્ટ્સ એડિશનને બે કલરમાં લોન્ચ કર્યો છે. તેમાં પર્લ નાઈટ સ્ટાર બ્લેક અને સ્પોર્ટ્સરેડ સામેલ છે. ભારતીય માર્કેટમાં તેની એક્સ-શો રૂમ કિંમત 82,564 રૂપિયા છે. તેના સ્પેશિયલ વેરિયન્ટમાં આપવામાં આવેલા સ્પોર્ટી કલર અને ગ્રાફિક્સ તેના પહેલાના મોડેલના મુકાબલે વધારે અગ્રેસીવ બનાવે છે. તેનું AG હેડલેમ્પ અને પોઝીશન લેમ્પ સ્કૂટરના ફ્રન્ટને આકર્ષક બનાવે છે. તેની સાથે નવા રેસિંગ સ્ટ્રાઈપ્સ અને રેડ-બ્લેક કલરના રિયર સસ્પેશન તેને શાનદાર લૂક આપે છે. Graziaના સ્પેશિયલ વેરિયન્ટમાં નવો લોગો આપવામાં આવ્યો છે.

તેમાં પાવર માટે ફેન કૂલ્ડ,4-સ્ટ્રોક, SI એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6000 rpm પર 6.07 kwના મેક્સીમમ પાવર અને 5000 rpm પર 10.3nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ છે. તેના ફ્રન્ટમાં 190 મિલીમીટરની ડિસ્ક બ્રેક અને રિયરમાં 130 મિલીમીટરની ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

Grazia Sports Edition અંગે વાત કરતા Honda Motercycleના મેનેજીંગ ડાયરેક્ટર અત્સુશી ઓગાતાએ કહ્યું છે કે, છેલ્લા 20 વર્ષોથી Hondaએ સ્કૂટર માર્કેટને નવો રસ્તો આપ્યો છે, જે સમયની સાથે સતત વિકસિત થયું છે. પોતાના પ્રિમીયમ સ્કૂટર સેગમેન્ટને વધારે રોચક બનાવતા અમને ખુશી છે કે અમે આ કેટેગરીમાં સૌથી આધુનિક સ્કૂટર Graziaનું નવું સ્પોર્ટ્સ એડિશન લોન્ચ કરી રહ્યા છે.

લોન્ચિંગ દરમિયાન સેલ્સ એન્ડ માર્કેટીંગના હેડ યદવિંદર સિંહ ગુલેરીયાએ કહ્યું છે કે Honda Grazia એક આધુનિક 125cc અર્બન સ્કૂટર છે, જેને ખાસ કરીને તે રાઈડરોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કર્યું છે, જે યુવાનો અને રામાંચક વ્યક્તિત્વની અનોખી છાપ છોડવા માગે છે. Graziaનું આ નવું સ્પોર્ટ્સ એડિશન નિશ્ચિત રૂપથી યુવાનોને ખુબ લોભાવશે. Grazia Sports Editionમાં ફૂલી-ડિજીટલ મીટર, મલ્ટી ફંકશન સ્વિચ મળે છે, જે આ સ્કૂટરને વધારે શાનદાર અને સારું બનાવે છે. આ સ્કૂટરમાં ઈન્ટીગ્રેટેડ પાસ સ્વીચ, એક્સટર્નલ ફ્યુલ લીડ અને રી-ડિઝાઈન ગ્લવ બોક્સ જેવા ફીચર્સ મળે છે, જેનાથી ચાલકને એક આરામદાયક યાત્રા મળે છે. આ સ્કૂટરમાં ટેલીસ્કોપિક સસ્પેશન આપવામાં આવ્યા છે, જેનાથી ખાડા-ટેકરાવાળા રસ્તા પર પણ ગાડી સ્મૂધલી ચાલશે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp