હવે Honda, Suzuki, Yamaha અને Kawasaki એકસાથે બનાવશે ઈલેક્ટ્રિક મોટરસાયકલ

PC: eavesrock.in

Honda, Suzuki, Yamaha અને Kawasaki ઈલેક્ટ્રિક મોટરસાયકલના વિવિધ સ્ટાન્ડર્ડ્ઝ માટે એકસાથે કામ કરવા જઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ચારેય જાપાની મેન્યુફેક્ચરર્સએ એક કંસોર્ટિયમ બનાવવાની યોજના બનાવી છે, જેમાં ઈલેક્ટ્રિક મોટરસાયકલ અને સ્કૂટર માટે બેટરી, ચાર્જિંગ અને અન્ય કમ્પોનેન્ટ્સના વિકાસ માટે એકસાથે કામ કરશે. એ જરૂરી નથી કે, બેટકીઓ અને ચાર્જરની જેમ હાર્ડવેરની બ્રાડોમાં પણ ભાગીદારી કરવામાં આવશે, પરંતુ વધુ સંભાવના છે કે, પાવર સ્ત્રોત ડિઝાઈન અને ચાર્જિંગ બુનિયાદી ઢાંચાને બ્રાડમાં તબદિલ કરવામાં આવી શકે છે.

આ પગલાને ઈલેક્ટ્રિક મોટરસાયકલની સવારી કરવા માટે વધુ લોકોને પ્રાપ્ત કરવાના રૂપમાં એક પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે અને ચાર્જિંગ સ્ટેશનો અને અન્ય બેઝ મોડલ માટે ઘણા અલગ-અલગ સ્ટાન્ડર્ડ્ઝને સ્થાપિત કરવા રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. ચારેય જાપાની ટુ-વ્હિલર કંપનીઓમાંથી કોઈની પાસે હજુ સુધી એકપણ પ્રોડક્શન ઈલેક્ટ્રિક મોટરસાયકલ નથી, પરંતુ ટૂંક સમયમાં જ તેના પર કામ કરવામાં આવશે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે Honda અને Kawasakiની હાલમાં જ પેટન્ટ્સ ફાઈલિંગની વાત કરીએ તો બંને કંપની હાલ ઈલેક્ટ્રિક મોટરસાયકલ્સ પર કામ કરી રહી છે.

જો કેટલીક પોપ્યુલર બ્રાન્ડ્સની વાત કરીએ તો તેમાંથી એક Harley-Davidson છે, જેણે પોતાની ઈલેક્ટ્રિક રેન્જને LiveWire સીરિઝ તરીકે બજારમાં ઉતારી છે. ભારતમાં, દુનિયાના સૌથી મોટા ટુ-વ્હિલર બજારની કંપનીઓ Hero અને TVS ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર્સ પર કામ કરી રહી છે. જોકે, આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp