Honorના આ સ્માર્ટફોનનો જલવો, 3 સેકન્ડમાં જ સ્ટોક થઈ ગયો પૂરો

PC: gearvita.com

સ્માર્ટફોન મેકર કંપની Honorએ 12 મેના રોજ ભારતમાં નવો સ્માર્ટફોન Honor 9X Pro  લોન્ચ કર્યો હતો. ફોનને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, 3 સેકન્ડમાં જ આ સ્માર્ટફોનનો સ્ટોક પૂરો થઈ ગયો હતો. કંપનીનો આ સેલ ઓનલાઈન શોપિંગ સાઈટ Flipkart પર આયોજિત કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આ સ્માર્ટફોનમાં Kirin 810 પ્રોસેસર, પોપ-અપ સેલ્ફી કેમેરો અને 4000mAhની બેટરી જેવા દમદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

21 મેના રોજ Flipkart પર કંપનીએ Special Early Access Saleનું આયોજન કર્યું હતું. આ સેલ બપોરે 12 વાગ્યે શરૂ થયો હતો. કંપનીનું કહેવું છે કે, સેલમાં Honor 9X Proને શાનદાર પ્રતિક્રિયા મળી છે અને 3 સેકન્ડમાં જ ફોનના તમામ યુનિટ્સનું વેચાણ થઈ ગયું હતું. Honorનું કહેવું છે કે, તેમની યોજના આ સેલને બે દિવસ સુધી ચલાવવાની હતી.

ભારતમાં આ સ્માર્ટફોનને 17999 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, સેલ માટે રજિસ્ટર કરનારા યુઝર્સને કંપનીએ 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, ત્યારબાદ ફોન 14999 રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ કંપનીનો પહેલો સ્માર્ટફોન છે, જે Honorની AppGalleryની સાથે આવે છે. તે Google Play Storeની જગ્યાએ કામ કરનારી Honorની પોતાની એપ છે.

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Honor 9X Proમાં 7nm કિરિન 810 ચિપસેટ મળે છે, જે એક પાવરફુલ પ્રોસેસર છે. તેમાં 6GBની રેમ અને 256GBનું ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. જેને માઈક્રો એસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે. ફોનમાં 6.59 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 48 મેગાપિક્સલના પ્રાયમરી સેન્સર ઉપરાંત 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ સેન્સર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 4,000mAhની બેટરી મળે છે. Honor હેન્ડસેટ એન્ડ્રોઈડ 9 Pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. કનેક્ટિવિટી ફીચર્સની વાત કરીએ તો ફોન 4G, 3G અને 2Gને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, GPS, બ્લૂટૂથ, વાઈફાઈ અને ઓટીજી જેવા ફીચર્સ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp