સ્માર્ટફોન પર જીવતો રહી શકે છે કોરોના વાયરસઃ નવી રિસર્ચમાં થયો ખુલાસો

PC: youtube.com

સ્માર્ટફોન આપણા દ્વારા સૌથી વધારે ઉપયોગમાં લેવાતુ ગેઝેટ છે. સ્માર્ટફોન દિવસભરમાં અનેક જગ્યાઓ અને શરીરના અનેક ભાગોમાં સ્પર્શ થાય છે. જેના કારણે કીટાણુ અને વિષાણુ (વાયરસ) સ્માર્ટફોન પર રહે છે. નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એવામાં સ્માર્ટફોન પર વાયરસ હોવાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

આવો જ એક સવાલ છે કે, કોઈ સ્માર્ટફોન થકી કોઈ યુઝરમાં વાયરસ જઈ શકે છે? કે કોઈ સ્માર્ટફોન પર કોરોના વાયરસ કેટલા સમય સુધી રહી શકે છે? સ્માર્ટફોનમાં કોરોનાનું જોખમ જાણવા આપણે એ જાણીશું કે નોવેલ કોરોના વાયરસ સ્માર્ટફોન પર કેટલા સમય સમય જીવિત રહી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક રિસર્ચ અનુસાર, ઓરિજિનલ SARS-Cov એક ગ્લાસ સર્ફેસ પર 96 કલાક એટલે કે 4 દિવસ સુધી રહી શકે છે. તમને જણાવી દઈએ કે, સાર્સ વાયરસ વર્ષ 2003માં ફેલાયો હતો. ગ્લાસ સિવાય આ વાયરસ પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ પર લગભગ 72 કલાક એટલે કે 3 દિવસ સુધી રહી શકે છે.

હવે યુનાઈટેડ સ્ટેટ્સના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થની એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, હાલનો નોવેલ કોરોના વાયરસ સ્ટીલ અને પ્લાસ્ટિક જેવી સપાટી પર 72 કલાક એટલે કે 3 દિવસ સુધી રહી શકે છે. એક સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે, નોવેલ કોરોના વાયરસ કાર્ડબોર્ડ પર 24 કલાક અને કોપર પર 4 કલાક સુધી રહે છે. એ જ સંસ્થાની એક નવી સ્ટડીમાં એ નથી જણાવવામાં આવ્યું કે, આ વાયરસ ગ્લાસ પર કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. પરંતુ જો ફેક્ટર જોઈએ તો એવા સંકેત મળે છે કે, કોરોના પણ સોર્સની જેમ ગ્લાસ સર્ફેસ પર 4 દિવસ સુધી રહી શકે છે.

વર્ષ 2003માં WHO અને આ મહિનામાં NIHની સ્ટડી દ્વારા એ અનુમાન લગાવી શકાય છે કે, નોવેલ કોરોના વાયરસ ગ્લાસ સર્ફેસ પર 96 કલાક એટલે કે 4 દિવસ જીવિત રહી શકે છે. હવે મોટાભાગના સ્માર્ટફોન્સ ફ્રન્ટ ગ્લાસ, પેનલ સાથે આવે છે તો એ કહી શકાય છે કે, કોરોના વાયરસ એક સ્માર્ટફોન પર 4 દિવસ સુધી રહી શકે છે. ન માત્ર સ્માર્ટફોન, પરંતુ કોઈ પણ ગેઝેટ જે ગ્લાસ સર્ફેસવાળા હોય, તે પછી સ્માર્ટફોન, સ્માર્ટવોચ, ટેબલેટ કે લેપટોપ હોય. આ બધા જ ગેઝેટ્સમાં સ્માર્ટફોન સૌથી વધારે ઉપયોગ થનારું ગેઝેટ છે. એટલે જરૂરી છે કે તમે તમારા સ્માર્ટફોનને સાફ રાખો જેથી ફોન પર કોરોના વાયરસ રહેવાનું જોખમ ન રહે.

પોતાના સ્માર્ટફોનને સાફ કરવા યુઝર ક્લિનિંગ કે માઈક્રોફાઈબર કપડાંનો ઉપયોગ કરી શકો છો. ગેઝેટને સેનિટાઈઝ કરવા માટે સૌથી સારો ઉપાય છે આઈસોપ્રોપિલ આલ્કોહોલ સોલ્યુશનનો ઉપયોગ કરો. ધ્યાન રહે કે આવા સોલ્યુશનનો ઉપયોગ એવી જગ્યાએ ન કરો, જેમાં 70 ટકાથી વધારે આઈસોપ્રોપિલ હોય. એવા સોલ્યુશનથી ફોનની ડિસ્પ્લે ખરાબ થઈ શકે છે. તમે સ્ક્રીન પ્રોટેક્ટરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેને સાફ કરવાથી ડિસ્પ્લે કોટિંગ પણ ખરાબ નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp