વૈજ્ઞાનિકોનો ખુલાસો, સૌથી દુર્લભ સમુદ્રી દૈત્ય ધ ક્રાકેન કઈ રીતે આવ્યો કેમેરામાં

PC: twitter.com/LiveScience

એક એવો સમુદ્રી જીવ છે જેની કહાનીઓ હજારો વર્ષોથી લોકોને ડરાવી રહી છે. લોકકથામાં આ જીવને ધ ક્રાકેન કહેવામાં અવે છે. કહેવામાં અવે છે કે તેનું શરીર કોઈ દ્વીપ બરાબર હોય છે. વૈજ્ઞાનિક રીતે એમ નથી, પરંતુ હકીકતમાં આ એક મોટો જીવ છે. તેની તસવીર અને વીડિયો ફૂટેજની શોધ ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. આ જીવનું નામ છે જાયન્ટ સ્ક્વિડ. તે 46 ફૂટ એટલે કે 14 મીટર સુધી લાંબો હોય શકે છે એટલે કે એક મોટા ટ્રક આકારનો હોય છે. આટલા મોટા આકારનો હોવા છતા આ જીવ માત્ર બે વખતે દેખાયો છે.

આ જીવ પહેલી વખતે વર્ષ 2012મા જાપાનના દક્ષિણ સમુદ્રની અંદર 2000 ફૂટની ઊંડાઈમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 2019મા મેક્સિકોની ફૂટેજની કહાની પ્રકાશિત કરવામાં આવી હતી. સાથે જ આ ધ ક્રાકેનના વ્યવહાર વગેરેની બાબતે સ્ટડી હતી. ધ ક્રાકેન સ્ક્વિડની ખાસ ટેવ હોય છે કે એ વધારે પ્રકાશમાં આવતો નથી. તે સમુદ્રના હજારો ફૂટની ઊંડાઈમાં અંધારામાં રહે છે એટલે તેને જોવા માટે પ્રકૃતિએ બાસ્કેટબોલ આકારની આંખો આપી છે.

સાથે જ ઝડપથી ડૂંબકી લગાવવા અને શિકાર કરવા માટે ઓક્ટોપસની જેમ આઠ સૂળ આપવામાં આવ્યા છે. તે સમુદ્રમાં એવી જગ્યાએ રહે છે જ્યાં સૂરજનો પ્રકાશ ખૂબ ઓછો પહોંચે છે, જેના કારણે જંતુઓની દુનિયામાં એકમાત્ર એવો જીવ છે જેની આટલી મોટી આંખો હોય છે. આટલી મોટી આંખોથી અંધારામાં શિકાર પણ શોધી લે છે, પરંતુ તે વધારે પ્રકાશમાં નથી આવતો. પ્રકાશ જોતા જ પાછો અંધારા તરફ ભાગે છે. તે પ્રકાશથી શરમાય છે.

વૈજ્ઞાનિકોએ તેની તસવીર લેવા માટે એક મેક્સિકોની ખાડીમાં કેમેરા સાથે જેલી ફિશનો ચારો લગાવ્યો હતો. ધ ક્રાકેન સ્ક્વિડ જેલી ફિશ ચારા તરફ આવ્યો. પહેલા તેણે ફિશની ચારેય તરફ ફરીને સૂંઘવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ તેણે લપેટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કેમેરાની લાઇટ જોઈને તે સજાગ થઈ ગયો. પછી તેણે પોતાના આઠેય પગ ઝડપથી ફેલાવ્યા જેમ કોઈ ફૂલ ખીલ્યું હોય. ત્યારબાદ તે ઝડપથી ગાયબ થઈ ગયો. ધ ક્રાકેન સ્ક્વિડની આંખોમાં મોનોક્રોમેટિક વિઝ્યુઅલ સિસ્ટમ હોય છે. તેની આંખોને વાદળી પ્રકાશ સારો લાગે છે. પછી તે પ્રકૃતિનો હોય કે કોઈ જીવના શરીરથી નિકળનારો બાયોલ્યુમિનિસેન્સ પ્રકાશ હોય.

તે થોડા સમય માટે લાલ રંગનો પ્રકાશ પણ જોઈ લે છે, પરંતુ વધારે સમય સુધી નહીં. સફેદ કે પીળા પ્રકાશથી તેને ડર લાગે છે એટલે તે પ્રકાશથી ઝડપથી ભાગે છે. જે જેલી ફિશ, સ્ક્વિડને બોલાવવા લગાવવામાં આવી હતી તે નકલી હતી. તે એક ઇલેક્ટ્રિક જેલી ફિશ હતી. જેની ચારેય તરફ ગોળ ઘેરામાં વાદળી રંગની નિયોન પ્રકાશ સળગી ને ઓલવાઈ રહ્યો હતો. તેને જોઈને ધ ક્રાકેન સ્ક્વિડ આવ્યો, પરંતુ જેવો જ તેને અનુભવ થયો કે જેલી ફિશ નકલી છે અને તેણે કેમેરાનો લાલ પ્રકાશ જોયો તો તે ઝડપથી ઊંડા સમુદ્રમાં જતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp