Huaweiનો ફોલ્ડેબલ ફોન ભારતમાં થઈ શકે છે લોન્ચ, રજૂ કર્યું ટીઝર

PC: gadgets360cdn.com

Huaweiએ ભારતમાં ગત મહિને Mate Xs ફોલ્ડેબલ ફોનને લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા તેનું ટીઝર રીલિઝ કર્યું છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે, ભારતમાં તેનું લોન્ચિંગ ટૂંક સમયમાં જ કરવામાં આવી શકે છે. કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન Huawei Mate X હતો, જેને ક્યારેય ચીનની બહારના બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો ન હતો. જોકે, Mate Xsનું લોન્ચિંગ આંતરરાષ્ટ્રીય બજારોમાં કરવામાં આવ્યું હતું. એવામાં નવા ટીઝરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેને ભારતીય બજારોમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે. Huawei Mate Xsમાં Kirin 990 પ્રોસેસર અને ક્વૉડ કેમેરા સેટઅપ મળે છે.

Huawei ઈન્ડિયાના ટ્વીટર હેન્ડલે એક Mate Xsના કેમેરા સેટઅપને હાઈલાઈટ કરતા એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, તેને ક્વૉડ કેમેરા સેટઅપને Leicaની સાથે મળીને બનાવવામાં આવ્યું છે અને તેમાં 30X ડિજિટલ ઝૂમનો સપોર્ટ પણ મળે છે. આ ટ્વીટમાં બેકમાં રહેલા ક્વોડ કેમેરા સેટઅપને લઈને જાણકારી આપવામાં આવી છે, જોકે લોન્ચિંગને લઈને કંઈ કહેવામાં આવ્યું નથી.

જાહેર કરવામાં આવેલા ટીઝર અનુસાર, Huawei Mate Xsમાં f/1.8 અપર્ચરની સાથે 40 મેગાપિક્સલ મેઈન સેન્સર, OIS સપોર્ટની સાથે 8 મેગાપિક્સલ ટેલીફોટો કેમેરો, એક 16 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરો અને એક ટાઈમ ઓફ ફ્લાઈટ સેન્સર મળશે. આ ટ્વીટમાં સ્માર્ટફોનના બીજા કોઈ સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી આપવામાં આવી નથી. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્વીટર પરથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેને ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp