આકર્ષક ફીચર્સ સાથે લોન્ચ થશે Hyundai i20નું Next-Gen મોડલ, જાણો ક્યારે થશે લોન્ચ

PC: autocarindia.com

Hyundai વર્ષ 2020મા Elite i20નું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. નવા વર્ઝનની કાર જૂની ગાડીના પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવશે પરંતુ તેમાં સિક્યોરિટી ફીચર્સમાં વધારો કરવામાં આવશે. આ ગાડી જૂના મોડલના પ્રાઈઝ સેગ્મેન્ટમાં જ રાખવામાં આવશે. આ સાથે જ તે માર્કેટમાં Maruti Suzukiની Baleno અને Volkswagen Polo GTને ટક્કર આપશે.

Hyundai i20 Eliteના નવા મોડલમાં વર્તમાન મોડલ કરતા વધુ એડવાન્સ ફીચર્સ હશે. તેમાં જૂની ગાડી કરતા વધુ સ્પેસ આપવામાં આવશે. આ ગાડીમાં સન રૂફ પણ આપવામાં આવશે. ભારતીય કાર ગ્રાહકોમાં સન રૂફનો અલગ જ પ્રકારનો ક્રેઝ છે. આ ગાડીમાં જૂન વેરિયન્ટનું જ એન્જિન અને ગિયર બોક્સ આપવામાં આવશે. એટલે કે તેનું પેટ્રોલ વર્ઝન 1.2 લીટર એન્જિનનું હશે જે 82 bhpનો પાવર અને 115nmનો ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિયન્ટમાં તેનું એન્જિન 1.4 લીટરનું છે જે 89 bhpનો પાવર અને 220nmનો ટોર્ક જનરેટ કરે છે.

Tata motors હાલમાં પોતાની ગાડીઓમાં ઇન્ટીરિયર અને ફીચર્સ માટે ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. હવે Elite i20 સાથે Hyundai ફીચર્સની બાબતમાં આગળ વધવા માગે છે. આ ગાડીમાં વધુ કેબિન સ્પેસ અને ઘણા આર્કષક ફીચર્સ હશે. આ ગાડી એપ્રિલ 2020 સુધીમાં લોન્ચ થવાની આશા સેવાઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp