આ તારીખે ભારતમાં લોન્ચ થશે Hyundai Alcazar, જાણો શું હશે કિંમત

PC: hyundai.com

Hyundai મોટર ઈન્ડિયા લિમિટેડે પોતાની આવનારી SUV કાર Hyundai Alcazarની લોન્ચિંગ ડેટની જાહેરાત કરી દીધી છે. જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ કંપનીએ તેના નામ પર પરદો ઉઠાવ્યો હતો. કંપનીની આ પ્રીમિયમ SUV એક રીતે સેકેન્ડ જનરેશન ક્રેટાનું 7 સીટર વર્ઝન છે. જેને કંપનીએ ગયા વર્ષે ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. Hyundai Alcazarનું ફ્રંટથી લઇ સી પિલર સુધીનો ભાગ, ઘણી હદ સુધી ક્રેટા જેવો જ છે. જોકે, સ્કેચને જોવામાં આવે તો દેખાય છે કે તેની પાછળનો ભાગ ક્રેટાથી એકદમ અલગ છે.

Hyundai મોટર ઈન્ડિયા આ વર્ષના મધ્યમાં ઘરેલૂ બજારમાં 3 રો-વાળી SUVને લોન્ચ કરશે. 18 જૂને આ કાર ભારતમાં લોન્ચ થશે. જણાવી દઇએ કે, ભારતમાં આ 3 રો-વાળી SUVની ટક્કર એમજી હેક્ટર પ્લસ, નવી ટાટા સફારી અને મહિન્દ્રા એક્સયૂવી 500 સાથે થશે. સાથે જ આ કાર Hyundaiની ભારતીય લાઇનઅપમાં ક્રેટાથી ઉપર રહેશે.

રિપોર્ટ અનુસાર, ક્રેટાની સરખામણીમાં આ SUV 30 મિલીમીટર લાંબી રહેશે. તેનું વ્હીલબેસ 20 મિલીમીટર ઊંચું રહેશે. કારના ઈન્ટીરિયરની વાત કરીએ તો આ કારમાં ગ્રાહકોને ત્રીજી રો પણ મળશે. તેની બીજી રોમાં કંપની દ્વારા કેપ્ટન સીટ આપવામાં આવશે, જે સેન્ટર આર્મરેસ્ટની સાથે આવશે.

Hyundai Alcazar ભારતીય બજારમાં 6 સીટર અને 7 સીટર બંને ઓપ્શનની સાથે આવશે. બાકી તેની સ્ટાઇલ સંપૂર્ણ રીતે ક્રેટા જેવી જ છે. જેમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે બ્લૂલિંક કનેક્ટેડ કાર ટેક, વેંટિલેટેડ સીટ્સ, ફ્લેટ બટન સ્ટીયરિંગ વ્હીલ, 360 ડિગ્રી કેમેરા અને પેનારોમિક સનરૂફ મળશે.

સાઉથ કોરિયાની દિગ્ગજ કાર નિર્માતા કંપની Hyundai મોટર પોતાની નવી Hyundai Alcazarને ત્રણ એન્જિનની સાથે ભારતમાં લોન્ચ કરી શકે છે. જ્યાં તેનું 1.5 લીટર પેટ્રોલ એન્જિન 115PSનો મેક્સીમમ પાવર જનરેટ કરશે. તો તેનું 1.5 લીટર ટર્બો ચાર્જ્ડ ડીઝલ એન્જિન 138bhp અને 1.4 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 115PS મેક્સીમમ પાવર જનરેટ કરશે.

તેની સાથે જ દરેક વેરિઅન્ટ્સમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ મળી શકે છે. આ કારમાં ગ્રાહકોને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, નવી Hyundai Alcazar ભારતીય બજારમાં 12 લાખથી 18 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp