આવી રહી છે દેશની પહેલી ઈલેક્ટ્રિક SUV, સિંગલ ચાર્જમાં ચાલશે 450 કિમી

PC: aeplcdn.com

દક્ષિણ કોરિયાની પ્રમુખ વાહન નિર્માતા કંપની Hyundai ભારતીય બજારમાં એક નવા સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપની દેશની પહેલી ઈલેક્ટ્રિક SUV Hyundai Konaને બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. કંપની આ SUVને આગામી 9 જુલાઈએ દેશમાં આધિકારીકરીતે લોન્ચ કરશે.

Hyundai Konaની લંબાઈ 4.2 મીટર અને પહોળાઈ 1.8 મીટર છે. તેનો આકાર આશરે Hyundai Creta જેટલો છે. તેના ફ્રન્ટમાં કંપનીએ LED ડે ટાઈમ રનિંગ લાઈટ્સનો પ્રયોગ કર્ય છે. આ ઉપરાંત, તેની બોડી પર બ્લેક પ્લાસ્ટિક ક્લૈડિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના ફ્રન્ટમાં જ ચાર્જિંગ પોર્ટ લગાવવામાં આવ્યું છે.

Hyundai Konaની બોડીને પણ સ્કેટ બોર્ડ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. કારની નીચે ફ્લોર પર બેટરી લગાવવામાં આવી છે. તેનું ઈન્ટીરિયર પ્રીમિયમ અને લક્ઝરી ફીલ પ્રદાન કરે છે. તેના ડેશબોર્ડને યુરોપિયન ડિઝાઈન આપવામાં આવી છે. ગિયર નોબની જગ્યાએ બટન આપવામાં આવ્યું છે અને સેન્ટ્રલ કન્સોલમાં ડ્રાઈવ મોડ સિલેક્ટર અને અન્ય સીટ કંટ્રોલ આપવામાં આવ્યા છે. તેમાં હેડ એપ ડિસ્પ્લે, સન રૂફ, સીટ કૂલિંગ અને હીટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ગ્લોબલ માર્કેટમાં Hyundai Kona બે અલગ-અલગ બેટરી પેક સાથે ઉપલબ્ધ છે. એકમાં કંપનીએ 39.2 kWhની બેટરી પેકનો પ્રયોગ કર્યો છે, જે 134 PSનો પાવર અને 395Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેના બીજા વેરિયન્ટમાં કંપનીએ 64kWhની બેટરી પેકનો પ્રયોગ કર્યો છે, જે 204PSનો દમદાર પાવર અને 395Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ મોટો બેટરી પેક છે અને તે સિંગલ ચાર્જમાં 450 કિમીની રેન્જ આપે છે. જ્યારે નાની બેટરી પેક સિંગલ ચાર્જમાં 312 કિમી સુધીની રેન્જ પ્રદાન કરે છે.

કંપનીએ હજુ સુધી આ કારની કિંમત વિશે કોઈ જાણકારી આપી નથી. પરંતુ, જાણકારોનું માનવું છે કે, આ SUV 22થી 25 લાખ રૂપિયાની વચ્ચે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp