Hyundai ભારતમાં લોન્ચ કરશે સ્માર્ટ EV, તે પણ ખૂબ ઓછી કિંમતમાં

PC: cardekho.com

દક્ષિણ કોરિયાઈ કાર નિર્માતા કંપની Hyundai Motors ભારતમાં સ્માર્ટ ઈલેક્ટ્રિક કાર (Smart Electric Car) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે, આ Smart EV પ્રોજેક્ટને હેડક્વાર્ટરથી લીલી ઝંડી મળી ગઈ છે. જાણકારી અનુસાર, આ સ્માર્ટ ઈલેક્ટ્રિક કાર આવનારા એક-બે વર્ષમાં ભારતમાં રજૂ કરવામાં આવી શકે છે.

જાણકારી અનુસાર, કંપની ભારતમાં સ્માર્ટ ઈલેક્ટ્રિક વાહન બનાવવા માટે આંકડાઓ ભેગા કરી રહી છે અને ભારતમાં આ વાહનોને કઈ રીતે સફળ બનાવી શકાય તે અંગે માહિતી મેળવી રહી છે. આ અંગે Hyundai કંપનીએ જણાવ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીમાં ભારત સરકાર ઈલેક્ટ્રિક વાહનોન વધુ પ્રોત્સાહન આપી રહી છે. આથી કંપની ભારત સરકારના નિર્દેશ અનુસાર પ્રોડક્ટ અને ટેકનોલોજી ડેવલપ કરશે.

Hyundai Motorsએ 38 ક્લીન વેહિકલ્સ ડેવલપ કરવાની યોજના બનાવી છે. તેમાં હાઈબ્રિડ, ઈલેક્ટ્રિક અને ફ્યૂઅલ સેલ વ્હિકલ્સ સામેલ હશે. કંપની 9 જુલાઈએ ભારતમાં ઈલેક્ટ્રિક SUV Hyundai Kona લોન્ચ કરશે. જણાવી દઈએ કે, જે સ્માર્ટ વેહિકલ્સને કંપની ભારતમાં લોન્ચ કરશ તેની કિંમત ઓછી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને કારણે વધુ લોકો આ વાહનો ખરીદી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp