હોળીના પવિત્ર તહેવારે ઘરે લાવો આ શાનદાર કાર, કિંમત 8 લાખ કરતા ઓછી

PC: autocarindia.com

હોળીનો તહેવાર આવવાનો છે. આ દિવસે ઘણા લોકો નવી કાર ખરીદવાનું પણ પસંદ કરે છે. તેનું એક મોટું કારણ એ પણ છે કે તહેવારોના દિવસે વાહન ખરીદવા પર સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કંપની તહેવાર માટે ખાસ ઓફરો લાવતી હોય છે. જો તેવામાં તમે પણ કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સારી તક છે. હાલમાં દેશમાં સૌથી વધુ એન્ટ્રી લેવલની કાર અને સબ કોમ્પેક્ટ કારોની માંગ વધારે છે. વળી આ કારો તમારા બજેટમાં આવી જાય તેવી હોય છે. તો ચાલો આજે એવી જ કેટલીક કાર અંગે વાત કરી લઈએ જેની કિંમત 8 લાખ કરતા ઓછી અને લોકોમાં લોકપ્રિય હોવાની સાથે તેના ફીચર્સ પણ ઘણા સારા છે.

Hyundai Elite i20:

8 લાખથી ઓછી કિંમતમાં Hyundai Elite i20 એક શાનદાર કાર છે. તેમાં મેગ્ના પ્લસ, સ્પોર્ટ્સ પ્લસ અને સ્પોર્ટ્સ પ્લસ ડ્યુઅલ ટોન જેવા વેરિયન્ટ તમે ખરીદી શકો છો. આ ચાર વેરિયન્ટમાંથી ત્રણની કિંમત 8 લાખથી ઓછી છે. i20માં 1.2 લીટરનું ચાર સિલિન્ડરવાળું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 83PSનો પાવર અને 113nmનો ટોર્ક જનરેટ કરી છે. તેમાં સ્ટાન્ડર્ડ 5-સ્પીડ મેન્યુઅલ કંટ્રોલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ કારને લોકો ઘણી પસંદ કરે છે.

Maruti Suzuki Baleno:

Marutiની કારમાં Baleno તમારા માટે એક શાનદાર ઓપ્શન બની શકે છે. Marutiની Baleno એક પ્રીમિયમ હેચબેક કાર છે. જેને લોકો ઘણી પસંદ કરે છે. આ કાર એકમાત્ર BS6 કમ્પ્લાયન્ટ 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. કંપની તરફથી તેનું ડીઝલ વર્ઝન બંધ કરી દેવામાં આવ્યું છે. Balenoનું પેટ્રોલ એન્જિન 83PSનો મેક્સિમમ પાવર અને 113nmનો ટોર્ક જનરેટ કરે છે. 8 લાખથી ઓછી કિંમતની આ કારમાં તમને ઘણા વેરિયન્ટના ઓપ્શન મળશે.

Tata Altroz:

Maruti Suzuki અને Hyundia i20ને ટક્કર આપવા માટે TataMotorsએ તેમની Altrozને લોન્ચ કરી હતી. કંપનીએ Altrozને બે BS6 કમ્પ્લાયન્ટ પાવરટ્રેન એન્જિન સાથે લોન્ચ કરી છે. તેમાં તમને 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન મળશે જે 86PSનો પાવર અને 113nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું બીજું એન્જિન 1.5 લીટર ડીઝલ એન્જિન છે, જે 90PSનો પાવર અને 200nmનો ટોર્ક જનરેટ કરે છે.

Honda Amaze:

Hondaની Amaze પણ તમને 8 લાખથી ઓછીની કિંમતે મળી જશે. તમે આ કારના 6 વેરિયન્ટમાંથી કોઈની પણ પસંદગી કરી શકો છો. આ 4 સીટર સીડાન કારમાં 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 90PSનો પાવર અને 110nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે કારમાં 1.5 લીટરનું ડીઝલ એન્જિન પણ મળશે જે 100PSનો પાવર અને 200nmનો ટોર્ક જનરેટ કરે છે.

Maruti Suzuki Dezire:

જો તમે 8 લાખથી ઓછી કિંમતમાં Marutiની બીજા કાર ઓપ્શન તરીકે જોઈ રહ્યા છો તો Maruti Suzuki Dezire તમારા માટે સારો ઓપ્શન છે. હાલમાં જ Dezireનું મિડ લાઈફ ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. આ કારમાં કોસ્મેટીક અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ નવી કારમાં BS6 કેમ્પ્લાયન્ટ1.2 લીટર ડ્યુઅલ જેટ એન્જિન આપવામાં આવ્યું છે જે 90PSનો પાવર અને 113nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન માઈલ્ડ-હાઈબ્રિડ ટેકનીકથી લેસ છે.       

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp