જો તમારા મોબાઈલમાં છે SBI, ICICI, HDFC સહિત આ એપ તો થઈ જાઓ એલર્ટ, આ છે કારણ

PC: pymnts.com

જો તમારા મોબાઈલ ફોનમાં બેંકિગ ટ્રાન્ઝેક્શન કરવા માટે એપ ડાઉનલોડ કરી રાખ્યા છે તો અલર્ટ થઈ જાઓ. ભારતમાં બે નવા વાયરસ મોબાઈલ ફોનમાં બેંકિંગ એપ્સને નિશાનો બનાવી રહ્યા છે. આ વાયરસ તમારા લાખો રૂપિયાની ઉચાપત કરી શકે છે, એટલે કે તમારા બેંક અકાઉન્ટને સંપૂર્ણ રીતે ખાલી કરી શકે છે. ભારતમાં બેંક ટુ-ટાઈમ યુઝર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરે છે.

સિક્યોરિટી એક્સપર્ટે કહ્યું છે કે બે વાયરસ ટુ-ટાઈમ યુઝર ઓથેન્ટિકેશનમાં પણ સેંઘમારી કરી શકે છે એટલે કે આ વાયરસ સિસ્ટમમાં પમ ઘૂસીને તમારા બેંક ખાતા સુધી પહોંચી શકે છે. આ વાયરસ હેકર્સને OTP આપી દે છે અને જેનાથી હેકર્સ સરળતાથી તમારા પૈસાને બીજા કોઈ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. કમ્પ્યુટર સિક્યોરિટી ફર્મ ક્વીક હીલે આ ખતરનાક વાયરસની તાપસ કરી છે અને આ વાયરસનું નામ Android.Marcher.C અને Android.Asacub.T છે.

આ વાયરસ યુઝરની સિક્રેટ અને બેકિંગ ડેટા સુધી પહોંચવા માટે મોબાઈલ યુઝરની સોશિયલ મીડિયા એક્ટિવીટીઝનો ઉપયોગ કરી રહ્યા છે. મતલબ વાયરસ Facebook, WhatsApp, Instagram, Twitter અને Skype દ્વારા બેકિંગ એપ્સ અને સંવેદનશીલ સૂચનાઓ સુધી પહોંચી શકે છે. જો બેકિંગ એપ્સ આ વાયરસના નિશાના પર છે એટલે કે જે બેંકોના એપ્સમાં ઘૂસીને આ વાયરસ ગડબડ કરી શકે છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, AXIS બેંક છે.

તે સિવાય HDFC Bankના Mobile Banking Lite, યુનિયન બેંકની મોબાઈલ બેન્કિંગ, બેંક ઓફ બરોડાની mPassbookમાં બે વાયરસ અટેક કરી શકે છે અને ગ્રાહકોને ચપેટમાં લઈ શકે છે. જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ તો Twitter, Facebook, WhatsApp Messenger, Google Chrome, Instagram, Skype, Lineમાં પણ આ ખતરનાક વાયરસના નિશાના પર છે. આ વાયરસ પ્લેટફોર્મ દ્વારા ઘૂસીને યુઝર્સની પર્સનલ ઈન્ફોર્મેશન ચોરી શકે છે.

Android.Marcher.C વાયરસ Adobe Flash Playerના આઈકોનનો ઉપયોગ કરે છે અને એક અસલ એપ હોય તેવું લાગે છે. જ્યારે Android.Asacub.T એન્ડ્રોઈડ અપડેટ ાઈકોનનો ઉપયોગ કરે છે. જ્યારે પણ યુઝર આ વાયરસવાળા એપને એક્સેસ કરે છે ત્યારે તે પોતાની બેન્કિંગ માહિતીને આપવાની જાળમાં ફસાઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp