કાર ખરીદવા માટે જો બજેટ 4 લાખ કરતા ઓછું હોય તો આ છે બેસ્ટ ઓપ્શન

PC: indianautoblog.com

ભારતમાં બજેટ કારોની મોટી રેન્જ હાજર છે. બજેટ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું એન્જિન ઓછી ક્ષમતાવાળું હોય છે, જેને કારણે તેની માઈલેજ વધારે હોય છે. જો આપ પણ એવી જ કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જાણીઓ એવી જ કેટલીક ઓછી કિંમતમાં મળનારી બેસ્ટ કારો અંગે.

Renault Kwid:

Renault Kwidમાં બે એન્જિન ઓપ્શન મળશે, જેમાં પહેલું 0.8 લિટરનું 3 સિલીન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 54 hpનો મહત્તમ મેક્સિમમ પાવર અને 72 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. જો બીજા એન્જિનની વાત કરીએ તો તે 1.0 લિટરના 3 સિલીન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 68 hpનો મહત્તમ પાવર અને 91 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે બંને એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટીક ટ્રાન્સમિશનથી લેસ છે. આ કાર 2.99 લાખ રૂપિયા કિંમતમાં મળશે. આ કારની માઈલેજ 25.14 kmpl છે.

Maruti Suzuki Alto:

Maruti Suzuki Altoમાં 796સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 6000 rpm પર 47.33 hpની પાવર અને 3500 rpm પર 69 nmનો ટોર્ક જનરેટ કરે છે. માઈલેજની વાત કરીએ તો Maruti Suzuki Alto CNG વેરિયન્ટ પ્રતિ કિલોમાં 31.69 kmની માઈલેજ આપે છે અને પેટ્રોલ વેરિયન્ટમાં પ્રતિ લિટરમાં 22.05 kmની માઈલેજ આપે છે. કિંમતની વાત કરીએ તો Maruti Suzuki Altoની શરૂઆતની કિંમત 2.94 લાખ છે.

BS6 Datsun Go:

BS6 Datsun Goના એન્જિન અને પાવરની વાત કરીએ તો તેમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 75.94 hpનો મેક્સિમમ પાવર અને 104 nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર 5-સ્પીડ મેન્યુઅલ અને CVT ટ્રાન્સમિશન ઓપ્શન સાથે આવે છે. BS6 Datsun Go 19.02 kmpl અને CVTમાં 19.59 kmpl આપવામાં સક્ષમ છે. BS6 Datsun Goને તમે 3.99 લાખ રૂપિયામાં શરૂઆતી કિંમતમાં ખરીદી શકો છો.

Maruti S-Press:

Maruti S-Pressમાં 998ccનું 3 સીલિન્ડર K10b પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5500 rpm પર 67 bhpનો મહત્તમ પાવર અને 3500 rpm પર 90 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. જો માઈલેજની વાત કરીએ તો Maruti S-Press 1 લિટર પેટ્રોલમાં 21.4 કિલીમીટર પ્રતિ કલાકની માઈલેજ આપે છે. આ કારની કિંમત 3.7 લાખ રૂપિયા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp