એપ્રિલ મહિનામાં આ બે કંપનીની કારની માંગ ઘટી અને એક કંપનીની કારની માંગ 27 ટકા વધી

PC: khabarchhe.com

દેશની વિવધ ઓટોમોબાઈલ કંપનીઓએ વર્ષ 2021 ના પહેલા ત્રિમાસિકનો સેલ્સ રિપોર્ટ જાહેર કરી દીધો છે. જેમાં મોટાભાગની કંપનીઓના વેચાણમાં કોરોના મહામારીએ દેશમાં ફરીથી માથું ઉચકતા તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની દિગ્ગજ કંપની જેવી કે Tata Motors, Honda Cars અને Toyotaએ પોતાના સેલ્સ રિપોર્ટ જાહેર કરી દીધા છે. તો ચાલો જોઈ લઈએ કંઈ કંપનીઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે અને કંઈ કંપની છે જેના વેચાણમાં 2021ના પહેલા 3 મહિનામાં વધારો જોવા મળ્યો છે.

Tata Motorsએ એપ્રિલ 2021નો સેલ્સ રિપોર્ટ જાહેર કરી દીધો છે. દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપનીના વેચાણમાં માર્ચ 2021ની સરખામણીએ 41 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ એપ્રિલ 2021માં કુલ 9530 યુનિટ્સનું ભારતીય માર્કેટમાં વેચાણ કર્યું છે, જ્યારે માર્ચ 2021માં આ આંકડો 66609 યુનિટ્સનો હતો. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં દેશભરમાં લોકડાઉન હોવાને લીધે Tataના એક પણ વાહનનું વેચાણ થયું ન હતું. જેના કારણે કંપનીનું પ્રોડક્શન પણ બંધ હતું અને તેના શોરૂમો પણ બંધ હતા.

Honda Cars Indiaએ પણ પોતાનો એપ્રિલ 2021નો સેલ્સ રિપોર્ટ જાહેર કર્યો છે. જાપાનની દિગ્ગજ કાર નિર્માતા કંપનીએ એપ્રિલ 2021માં કિલ 9072 ગાડીઓનું વેચાણ કર્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં લોકડાઉનને કારણે બધુ બંધ હોવાને લીધે Tata Motorsની જેમ Hondaની પણ એક પણ કાર વેચાઈ ન હતી. તેવામાં જો માર્ત 2021 સાથે એપ્રિલની સરખામણી કરીએ તો Hondaના વાહનોના વેચાણમાં 27 ટકાનો દર મહિને વધારો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે માર્ચ 2021માં Honda કંપનીએ 7103 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

ભારતની બીજી દિગગ્જ કંપની Toyota Motorsએ એપ્રિલ 2021ના સેલ્સ રિપોર્ટમાં એપ્રિલ 2021 દરમિયાન કિલ 9622 યુનિટ્સનું વેચાણ કર્યું હોવાનું જણાવ્યું છે. લોકડાઉનને કારણે એપ્રિલ 2020માં કંપનીએ એક પણ કારનું વેચાણ કર્યું ન હતું. માર્ચ 2021માં કંપનીએ 150001 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેની સરખામણીએ એપ્રિલ મહિનાનું વેચાણ જોવામાં આવે તો તેમાં 35 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં પણ ગયા વર્ષના એપ્રિલ જેવામાં જ હાલાત દેખાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેરે ફરીથી એક વખત દેશને હચમચાવી દીધો છે, પરંતુ આ બીજી લહેર પહેલા કરતા વધારે ખતરનાક સાબિત થઈ રહી છે, જેમાં લોકોને બેડ અને ઓક્સિજન માટે વલખા મારવા પડી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp