છેલ્લા 30 દિવસમાં લોન્ચ થઈ છે આ દમદાર બાઈક્સ, જાણો કિંમત અને ફીચર્સ

PC: gaadiwaadi.com

એપ્રિલ મહિનામાં ભારતીય માર્કેટમાં 6 નવી દમદાર બાઈક્સ લોન્ચ થઈ છે. જોકે તેમાંની કેટલીક બાઈક્સ એવી પણ છે, જેનું માત્ર નવું વેરિયન્ટ અથવા અપડેટ મોડલ લોન્ચ થયું છે. આ બાઈક્સમાં Hero HF 100, Bajaj Pulsar NS125, Bajaj City110X, Yamaha R15 V3, 2021 Triumph Bonneville Street Twin અને Triumph Rident 660 સામેલ છે. તો ચાલો આજે તમને આ બાઈકના ફીચર્સ અને તેની કિંમત અંગે જણાવી દઈએ.

Hero HF 100

આ બાઈક માત્ર બ્લેક કે સાથે રેડ રંગમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તેમાં 97.2 CCનું 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ફ્યુલ ઈન્જેક્ટેડ, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7.91 bhpનો મેક્સિમમ પાવર અને 8.05 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. આ બાઈકની કિંમત 49400 રૂપિયા છે. આ કંપનીની સૌથી સસ્તી બાઈક છે.

Bajaj Pulsar NS125

આ બાઈક ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં પાવર ગ્રે, બીચ બ્લૂ, ફેરી ઓરેન્જ અને બર્ન્ટ રેડ સામેલ છે. જણાવી દઈએ કે પ્લસર સીરિઝની 125 CC સેગમેન્ટમાં આ કંપનીની બીજી બાઈક છે. તેમાં 124.45 CCનું BS6 કમ્પ્લાયન્ટવાળું એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 11.82 bhpનો મેક્સિમમ પાવર અને 11 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 93,690 રૂપિયા છે.

Bajaj City110X

કંપનીએ ભારતીય માર્કેટમાં તેની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 55494 રૂપિયા રાખી છે. આ બાઈક બજાજના બઝા ડિલરશીપ પર વેચાણ માટે  ઉપલબ્ધ છે. કંપનીએ તેને ચાર કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. જણાવી દઈએ કે સીટી પોર્ટફોલિયોમાં City110X તેનું ટોપ વેરિયન્ટ છે. કંપનીએ તેને એક્સ્ટ્રા કડક ટેગ સાથે લોન્ચ કરી છે. કંપનીના દાવા પ્રમાણે ભારતના રસ્તાઓને ધ્યાનમાં રાખીને આ બાઈકને ડિઝાઈન કરવામાં આવી છે,જેનાથી ઘણો સારો લુક અને પરફોર્મન્સ મળે છે. તેમાં પહેલા જેવું જ 115 CCનું DTS-i એન્જિન આપવામાં આવ્યું છે. તેની સાથે 4-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7500 rpm પર 8.4 bhpનો મેક્સિમમ પાવર અને 5000 rpm પર 9.81 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

Yamaha R15 V3

YRF R15 V3.0માં હવે ગ્રાહકોને નવો મેટાલિક રેડ કલર પણ મળશે. આ બાઈક હવે રેસિંગ બ્લૂ, થંડર ગ્રે અને ડાર્ક નાઈટ કલર ઓપ્શનમાં ઉપબલ્ધ છે. તેમાં કોઈ પણ મિકેનિકલ અથવા સ્ટાઈલમાં બદલાવ કરવામાં આવ્યો નથી. તેમાં 155 CCનું લિક્વિડ-કૂલ્ડ, 4-સ્ટ્રોક, SOHAC, ફ્લૂઅલ ઈન્જેક્ટેડ, 4- વાલ્વવાળું એન્જિન આપવામાં આવ્યું છે, જે 10000 rpm પર 18.3 bhpનો મેક્સિમમ પાવર અને 8500 rpm પર 14.1 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. તેની કિંમત 152100 રૂપિયા છે.

Triumph Rident 660

Triumph Trident 660 કંપનીની બાઈક રેન્જમાં સૌથી સસ્તી બાઈક છે. તેમાં 660 CC ઈનલાઈન 3 સિલિન્ડર વાળું લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 10250 rpm પર 80 bhpનો મેક્સિમમ પાવર અને 6250 rpm પર 64 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન સ્લિપ અને આસિસ્ટ ક્લચની સાથે 6 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. તેની કિંમત 6.95 લાખ રૂપિયા છે.

2021 Triumph Bonneville Street Twin

તેમાં 900 CC, પેરેલલ ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે, જે 7500 rpm પર 64 bhpનો મેક્સિમમ પાવર અને 3800 rpm પર 80 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન વેટ, મલ્ટી પ્લેટ ટોર્ક આસિસ્ટ ક્લચની સાથે 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. આ બાઈકની કિંમત 7.95 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp