આ દેશમાં બંધ થવા જઈ રહી છે મેડ ઈન ઈન્ડિયા Baleno, જાણો કારણ

PC: zigcdn.com

Maruti Suzuki Baleno કંપનીની સૌથી પોપ્યુલર કારોમાંથી એક છે. આ પ્રીમિયમ હેચબેકનું નામ વર્ષ 2006માં બંધ થઈ ચુકેલી Baleno સિડાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. મેડ ઈન ઈન્ડિયા Maruti Balenoનું ફેસલિફ્ટ મોડલ પણ એકવાર રજૂ કરવામાં આવી ચુક્યું છે. Baleno હેચબેક Maruti Suzuki India Limitedની સૌથી પોપ્યુલર એક્સપોર્ટ પ્રોડક્ટમાંથી એક છે. દુનિયાભરના ઘણા દેશોમાં ભારતમાંથી આ કાર એક્સપોર્ટ કરવામાં આવે છે. હવે એવા સમાચાર આવ્યા છે કે, જાપાનમાં આ કાર બંધ થવા જઈ રહી છે. જાપાનના સ્ટાન્ડર્ડ અનુસાર, આ એક બેઝિક કાર છે. છેલ્લાં ઘણા સમયથી જાપાનમાં તેનું પ્રદર્શન સારું નથી રહ્યું.

રિપોર્ટ અનુસાર, જુન 2020 સુધી આ કાર જાપાનમાં બંધ થઈ જશે. જાપાનમાં ભારતમાંથી ઈમ્પોર્ટ થનારું આ એકમાત્ર મોડલ છે. જાપાનમાં આ કારને વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યાં કારનું પ્રી-ફેસલિફ્ટ મોડલ વેચવામાં આવે છે. જાપાનમાં આ કાર K12C 1.2 લીટર ડ્યૂઅલજેટ NA પેટ્રોલ 4 સિલિન્ડર એન્જિનની સાથે આવે છે, જે 90bhp પાવર અને 118Nm ટોર્ક જનરેટ કરે છે.

આ કારમાં સેફ્ટી માટે ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ-ઈબીડી જેવા સેફ્ટી ફીચર્સ બેઝ વેરિયન્ટથી જ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. ડીઆરએલની સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ મળશે. યુવી કટ ગ્લાસીસનો પણ ઓપ્શન છે, જેના વિશે દાવો છે કે તે 85 ટકા યુવી રેજને કેબિનમાં આવતા રોકી શકે છે. મલ્ટી ઈન્ફોર્મેશન ડિસ્પ્લે પણ અહીં ખૂબ જ યુનિક છે અને તેનાથી ઘણા ફીચર્સને કસ્ટમાઈઝ કરી શકાય છે. આ ઉપરાંત, ટિલ્ટ એન્ડ ટેલિસ્કોપિક સ્ટિયરિંગ, પુશ બટન સ્ટાર્ટ, રિવર્સ કેમેરા, ઓટો ડિમિંગ IRVM જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Baleno ઈન્ડિયામાં રજૂ કરવામાં આવેલી પહેલી કાર હતી, જેમાં Apple Car Play ફીચર આપવામાં આવ્યું હતું. iPhone રાખનારાઓ માટે આ એક સારો ઓપ્શન છે. સારી સાઉન્ડ ક્વોલિટીવાળી 7 ઈંચ ટચ સ્ક્રીન સ્માર્ટપ્લે ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમની સાથે તેને ઈન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. એકવાર તેની સાથે તમે તાલમેળ બેસાડી દો તો એપલના સિરી વોઈસ કંટ્રોલનો પણ લાભ ઉઠાવી શકો છો. કોલિંગ અને મ્યુઝિક કંટ્રોલ ઉપરાંત ટેક્સ્ટ મેસેજનો પણ બોલીને જવાબ આપી શકાય છે. આ ઉપરાંત, સ્માર્ટ પ્લે સિસ્ટમથી બીજા સ્માર્ટફોનને કનેક્ટ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp