Indian Motorcycleએ ભારતમાં લોન્ચ કરી 38 લાખ રૂપિયાની બાઇક, જાણો શું છે ખાસ

PC: paultan.org

Indian Motorcycleએ ભારતમાં Chieftain રેન્જમાં પોતાની નવી અને ટોપ ઓફ ધ રેન્જ બાઇકને લોન્ચ કરી દીધી છે. આ નવી Chieftain Elite બાઇકની એક્સ શો-રૂમ કિંમત 38 લાખ રૂપિયા છે. સ્ટાન્ડર્ડ વર્ઝનની સરખામણીમાં આ નવી Chieftain Elite બાઇકમાં ઘણા અપડેટ કરવામાં આવ્યા છે, જેમાં બિસ્પોક પેઈન્ટ જોબ, એડિશનલ ઇક્વિપમેન્ટ, કસ્ટમાઇઝ્ડ લેધર સીટ વગેરે શામેલ છે.

Chieftain Elite બાઇકની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. આ લક્ઝરી ક્રૂઝરના દુનિયાભરમાં માત્ર 350 યુનિટ જ વેચવામાં આવશે. Roadmaster Elite પછી Indian Motorcycleનું આ બીજું લિમિટેડ એડિશન મોડલ છે. Roadmaster Eliteની એક્સ શો-રૂમ કિંમત 48 લાખ રૂપિયા છે.

2018 Indian Chieftain Eliteમાં પેઈન્ટવર્ક માટે 25 કલાકનો સમય લાગ્યો છે. આમાં કંપનીનું રાઇડ કમાન્ડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે જે બ્લૂટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન અને 200 વોટ પ્રીમિયમ ઓડિયો સિસ્ટમથી સજ્જ છે. આ બાઇકમાં કસ્ટમાઇઝ્ડ રીતે સીવવામાં આવેલી લેધર સીટ અને એલ્યુમિનિયમ ફ્લોરબોર્ડસ છે.

આ બાઇકમાં 1811 cc Thunderstroke 111 V-twin એન્જિન આપવામાં આવ્યું છે જે Chieftain રેન્જની અન્ય મોટરસાયકલમાં પણ આપવામાં આવ્યું છે. આ એન્જિન 3,000 RPM પર 161.6 Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે જે સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીએ 11.6 Nm વધુ છે. ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોકસ્ડ અને રિયર મોનોશોક સસ્પેન્શન સેટઅપ પહેલાં જેવું જ છે.

આગળના વ્હીલમાં ટ્વીન ડિસ્ક અને રિયર વ્હીલમાં સિંગલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ બાઇકમાં 19 ઇંચ ફ્રન્ટ અને 16 ઇંચ રિયર ટાયર છે જે ડનલપની બનેલી રબરથી રેપ્ડ કરવામાં આવી છે. Indian Chieftain Elite ક્રૂઝર બાઇકની ટક્કર માર્કેટમાં Harley-Davidson Street Glide અને Honda Gold Wing બાઇક સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp