ભારતના ભાવુક જૈને Appleમાં શોધી સૌથી મોટી ખામી, મળ્યું 75.5 લાખનું ઈનામ

PC: india.com

27 વર્ષના એક ભારતીય ડેવલપરે Appleમાં એક બગ એટલે કે ખામી શોધી કાઢી છે. તેના માટે કંપનીએ $100,000 એટલે કે લગભગ 75.5 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું છે. આ બગ સાઈન ઈન વિથ એપલમાં જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ડેવલપરે Sign in with Apple અકાઉન્ટ ઓથેન્ટિકેશનમાં બગ મળ્યો છે. જે એક રીતની ગંભીર સમસ્યા છે, કારણ કે તેનો ફાયદો ઉઠાવીને હેકર્સ યૂઝરનું અકાઉન્ટ હેક કરી શકે છે.

કોઈપણ વેબસાઈટ એપમાં સાઈન અપ કરવા માટે Sign in with Apple યૂઝ કરવામાં આવે છે. Sign in with Appleને કંપનીએ ગયા વર્ષે લોન્ચ કર્યું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે આ વધારે સુરક્ષિત છે અને પ્રાઈવસી ફોક્સ્ડ છે.

આ રીતનું જ લોગ ઈન ઓથેન્ટિકેશન સિસ્ટમ ફેસબુક અને ગૂગલની પાસે પણ છે. ગૂગલ પાસે Log in with google અને ફેસબુક પાસે Log in With facebook ઓથેન્ટિકેશન સિસ્ટમ છે. કારણ કે ફેસબુક અને ગૂગલ પોતાના લોગ ઈન ઓથેન્ટિકેશન સિસ્ટમમાં વધારે ડેટા માગે છે, માટે એપલના આ લોગ ઈન ઓથેન્ટિકેશન સિસ્ટમને પ્રાઈવસી હેઠળ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સિક્યોરિટી ડેવલપર ભાવુક જૈન અનુસાર, Sign in with Apple ઓથેન્ટિકેશન સિસ્ટમમાં મળી આવેલો બગ એપના યૂઝર અકાઉન્ટમાં ફેરફાર કરી શકતો હતો, પછી ભલે તેમની પાસે વૈધ એપલ આઈડી હોય કે ન હોય. ભાવુક જૈન દ્વારા શોધવામાં આવેલા આ બગને એપલની સિક્યોરિટી ટીમે તપાસી અને જાણવા મળ્યું કે, અત્યાર સુધીમાં તેનો ખોટો ઉપયોગ કોઈએ પણ કર્યો નથી.

જૈનને 1 લાખ ડૉલરનું ઈનામ

તમને જણાવી દઈએ કે, કારણ કે Sign in with Apple દ્વારા અન્ય એપ્સ પણ એક્સસેસ કરવામાં આવે છે, આ સ્થિતિમાં આ બગ જો હેકરના હાથે લાગી જાય તો યૂઝર્સને મોટું નુકસાન થઈ શકતું હતું. બગની ગંભીરતાને જોતા એપલે પોતાના બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ જૈનને 1 લાખ ડૉલરનું ઈનામ આપવાનું એલાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ડ્રગ સ્મગલર પાબેલો એસ્કોબારના ભાઈ રોબર્ટો એસ્કોબારે પણ એપલ પર કરોડો રૂપિયાનો કેસ કર્યો છે. જેમાં તેમણે તેમનો ફોન હેક કરવાની વાત કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp