મોબાઈલ પર 90% સમય વિતાવતા ભારતીયો સૌથી વધારે શું જુએ છે?

PC: toiimg.com

વર્ષ 2017મા ભારતીયોએ લગભગ તેમનો 90% સમય મોબાઈલ પર વિતાવ્યો હતો. કોમસ્કોર દ્વારા કરવામાં આવેલા એક સરવે અનુસાર આ ડેટા અન્ય 13 દેશની સરખામણીમાં સૌથી વધારે છે. એટલે કે 13 દેશોમાંથી મોબાઈલ પર ઓનલાઈન સમય વિતાવવામાં ભારતીયો સૌથી આગળ છે.

આ સરવે અનુસાર ભારતીયોએ જ્યાં તેમનો 89% સમય મોબાઈલ ફોન પર વિતાવ્યો, ત્યાં ઈન્ડોનેશિયામાં આ રેશિયો 87%, મેક્સિકોમાં 80% અને આર્જેન્ટીનામાં 77% રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોબાઈલ યૂઝર્સનું એકદમ વધી જવાનું કારણ મોબાઈલમાં આવી રહેલા નવા ફિચર્સ છે. એક સરવે અનુસાર ડેસ્કટોપની સરખામણીમાં 11% લોકો 300 મિનિટથી લઈને 50 કલાક સુધીનો સમય મોબાઈલ પર વિતાવે છે. સરવેમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગે ભારતીયો નોકરીની શોધ પણ મોબાઈલ પર જ કરે છે. મેડિકલ સર્વિસ અને હોસ્પિટલ વિશેની જાણકારી માટે તેઓ ડેસ્કટોપનો ઉપયોગ કરે છે.

મોબાઈલ પર શું જોવે છે ભારતીયો?

કુલ મળીને ભારતીયો મોટા ભાગે ઓનલાઈન સમય વીડિયો અને મ્યૂઝિક સ્ટ્રીમિંગ સેવાઓ પર વિતાવે છે, જેનો આંકડો 15% રહ્યો. આ સાથે 10% લોકોએ પોતાનો સમય સોશિયલ નેટવર્કીંગ પ્લેટફોર્મ અને 13% લોકોએ મેસેજ એપ્લિકેશન પર પોતાનો સમય વિતાવ્યો.

ભારતીયો કરી રહ્યા છે WhatsApp નો સૌથી વધારે ઉપયોગ-

મેસેજિંગની વાત કરીએ તો ભારતીયો 98% સમય WhatsApp પર વિતાવે છે. આની સરખામણીમાં અમેરિકનોએ WhatsApp પર ફક્ત 1% સમય પસાર કર્યો. AMAZON એ ભારતમાં 2017મા સૌથી વધારે ગ્રોથ બનાવ્યો છે. આ ઉપરાંત Google Play, WhatsApp અને GMAILનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp