48MP કેમેરાવાળો Infinix Note 7 ભારતમાં લૉન્ચ, જાણો ફીચર અને કિંમત

PC: ytimg.com

મોબાઈલ ફોન બનાવતી કંપની Infinixએ ભારતમાં પોતાનો નવો અને લેટેસ્ટ મોબાઈલ Infinix Note 7 સ્માર્ટ ફોન લૉન્ચ કરી દીધો છે. આ નવા અને હાઈટેક મોબાઈલમાં ખાસ વાત એ છે કે, લાંબા સમય સુધી ચાલે એવી બેટરી, કેમેરા સેટઅપ ફીચર અને ઓક્ટાકોર પ્રોસેસર મળી રહેશે. જ્યારે ડીઝાઈનની વાત કરવામાં આવે તો ચારેય બાજુથી પાતળો અને ફ્રન્ટમાં હોલ પંચ ડીઝાઈન ધરાવે છે.

Infinix Note 7માં 48MPનો બેસ્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 6.95 ઈંચ HD+1640x720 LCD ડિસપ્લે આપવામાં આવી છે. જ્યારે સ્ક્રિન ટુ બોડી રેશિયો 20.5:9 છે. આ ઉપરાંત ડ્યુલ સીમકાર્ડ અને એન્ડ્રોઈડ અપડેટ ઑપરેટિંગ સિસ્ટમ 10 આપવામાં આવી છે. જે 6.0 પર કામ કરે છે. સ્પીડ અને મલ્ટિ ટાસ્કિંગ માટે મીડિયાટેક હીલિયો જી70 ઓક્ટાકોર પ્રોસેસર સાથે ગ્રાફ્કિસ માટે જી52 GPUનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ગેમના ગ્રાફિક્સ વધારે સ્પષ્ટ અને શાર્પ દેખાય. આ ફોનમાં 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 256 GB સુધી એક્સપાન કરી શકાય છે. જ્યારે ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. જે 18 વૉલ્ટના સૌથી ફાસ્ટ ચાર્જિંગમાં સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં માઈક્રો યુએસબી પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સિક્યુરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરવામાં આવે તો એક પ્રોફેશન કેમેરામાં આવતા તમામ ફીચરની એક ઝલક આ મોબાઈલના કેમેરામાં જોવા મળશે. કેમેરા સેન્સર, અપાર્ચર, ડેપ્થ, લાઈવ, પેનોરમા, ફ્લેશ તથા આઈલેન્સ ફીચર ફોટોગ્રાફીનો આનંદ બમણો કરી દેશે. જ્યારે ફ્રન્ટમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. Infinix Note 7માં 4GB+64Gb ફોનની કિંમત 11,499 રૂ. છે. ફોન ત્રણ કલર વેરિયંટમાં મળી રહેશે. એથર બ્લેક, બોલિવિયા બ્લુ અને ફોરેસ્ટ ગ્રીન.આ ફોન માટે તા.22 સપ્ટેમ્બરના રોજ પ્રથમ સેલ શરૂ થશે. માર્કેટમાં આ ફોનની ટક્કર Realme Narzo10 સાથે થશે. જેમાં 4 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ આપવામાં આવે છે. આ ફોનની કિંમત 11,999 રૂ. છે. રીયલમી કંપનીએ 6 સીરિઝ બાદ 7 સીરિઝના ફોન પણ લૉન્ચ કર્યા છે. જે વધારે ફોટોગ્રાફી ફીચર્સ આપે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp