Apple iPhone 12 mini પર મળી રહી છે આટલા રૂપિયા સુધીની ઓફર

PC: wired.com

Apple એક એવો સ્માર્ટફોન છે, જેને ખરીદવાની દરેકની ઈચ્છા હોય છે. પરંતુ ઘણા લોકો પાસે આ ફોનાના જેટલું બજેટ ન હોવાને લીધે તેઓ પોતાને ફોન ખરીદવાથી રોકી રાખે છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જે જ્યાં સુધી નવો આઈફોન ન આવે અને જૂનાની કિંમત ઓછી ન થાય ત્યાં સુધી ફોન ખરીદતા નથી. જોકે જરૂરી નથી કે જ્યારે કંપની કિંમત ઓછી કરે તો જ ફોન સસ્તો થશે. ઈ-કોમર્સ વેબસાઈટ પર મળનારા ઓફર્સની સાથે આ ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. તેવામાં એક ઓફર અંગેની જાણકારી અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ ઓફર છે iPhone 12 Mini માટે. જે યુઝર્સમાં ઘણો લોકપ્રિય છે. iPhone 12 Miniને ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પરથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

iPhone 12 Miniને ડીલ ઓફ ધ ડે ઓફર હેઠળ તમને પરવડે તેવી કિંમતમાં ખરીદી શકાય તેમ છે. તમને જણાવી દઈએ કે જો તમે આ ઓફરનો લાભ ઉઠાવવા માગતા હોવ તો તમારી પાસે માત્ર આજનો દિવસ છે. આ ઓફર દ્વારા યુઝર્સને બીજી પણ ઘણી ઓફર્સ મળી શકે છે. આ ઓફરની સાથે કાર્ડ ઓફર્સ અને એક્સચેન્જ ઓફર્સ પણ મળી રહી છે. આ ફોનના 64 GB વેરિયન્ટને 67,900 રૂપિયામાં ખરીદી શકાય છે. આ કિંમતમાં માત્ર બ્લેક કલર મળશે. આ વેરિયન્ટ એમેઝોન પર 69,900 રૂપિયા પર લિસ્ટ છે, પરંતુ તેની પર 2000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ હોવાને લીધે તે તેમને 67,900માં મળશે. આ વેરિયન્ટની સાથે યુઝર્સને 10,600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. જો યુઝર આખું ડિસ્કાઉન્ટ લેવામાં કામયાબ રહ્યો તો તેને આ ફોન 57,900માં મળી જશે.

તે સિવાય HDFC બેંક ક્રેડિટ કાર્ડ, ક્રેડિટ EMI અને ડેબિટ EMI પર 6000 રૂપિયાનું ઈનસ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. તેની સાથે જ HDFC બેંકના ડેબિટ કાર્ડNon-EMI પેમેન્ટ દ્વારા 1500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ મળશે. ફોનને No Cost EMI પર પણ ખરીદી શકો છો. Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડ પર 5 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. ફીચર્સની વાત કરીએ તો ફોનમાં 5.4 ઈંચની સ્ક્રીન સાથે iOS 14 સોફ્ટવેર અને એ14 બાયોનીક ચિપ આપવામાં આવી છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં પ્રાઈમરી સેન્સર 112 મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઈડ છે. બીજો 12 મેગાપિક્સેલનો વાઈડ સેન્સર છે, સાથે જ નાઈટ મોડ, ડીપ ફ્યુઝન અને 4K ડોલ્બી વિઝન HDRને સપોર્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp