એલન મસ્કે કહ્યું- દુનિયા છઠ્ઠીવાર ખતમ થવા જઇ રહી છે, એક જ છે બચવાનો રસ્તો

PC: indianexpress.com

દુનિયાના સૌથી અમીર, ટેસ્લા કાર અને સ્પેસએક્સના માલિક એલન મસ્કને લાગે છે કે પોતાની આકાશી યોજનાનું પ્રમોશન અત્યારથી જ શરૂ કરી દીધું છે. એલન મસ્ક માનવ પ્રજાતિને બહુગ્રહીય બનાવવા માગે છે. મતલબ કે એક એવી પ્રજાતિ જે પૃથ્વી ઉપરાંત અન્ય ગ્રહો પર પણ જીવિત રહી શકતી હોય. એના માટે મસ્કની પહેલી પંસદ મંગળ ગ્રહ છે, જયાં એલન મસ્ક વર્ષ 2050 સુધી મનુષ્યોની પુરી વસ્તી વસાવવાની યોજના બનાવી ચૂક્યા છે. પોતાની આ યોજના માટે મસ્ક પાસે અનેક દલીદ મોજુદ છે. તાજેતરમાં ટવીટર પર તેમણે લખ્યું કે માનવ પ્રજાતિને લુપ્ત થતી બચાવવી હોય તો તેમને બહુગ્રહીય બનાવવી પડશે.

સમગ્ર મામલો એક રિપોર્ટને કારણે શરૂ થયો હતો. એક ટવીટર યૂઝરે એક રિપોર્ટ શેર કર્યો, જેમાં જણાવાયું છે કે પૃથ્વી પરના જીવનના ઇતિહાસમાં મોટાભાગે કુદરતી ઘટનાઓને કારણે 5 સામૂહિક જૈવ વિવિધતા લુપ્ત થવાની ઘટનાઓ જોવા મળી છે. આજે અનેક નિષ્ણાતો એવી ચેતવણી આપી રહ્યા છે કે છઠ્ઠો પ્રલય સંકટ આવવાનો છે. જેને માટે આ વખતે માનવીય પ્રવૃતિઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.

 

દુનિયાના સૌથી અમીર વ્યકિત એલન મસ્ક સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહેતા હોય છે. તેમણે આ રિપોર્ટમાં એક કમેન્ટ લખી કે જયાં સુધી આપણે માનવ પ્રજાતિઓને બહુગ્રહીય નહીં બનાવી લઇએ, ત્યાં સુધી આ વાતની સંભાવના 100 ટકા છે કે બધી પ્રજાતિઓ સૂર્યના વિસ્તરણને કારણે લુપ્ત થઇ શકે છે.  દુનિયા ખતમ થઇ જવાની વાત એલન મસ્કે પહેલીવાર કરી નથી, પરંતુ આ પહેલાં પણ ઘટતા જન્મદરને કારણે વૈશ્વિક જનસંખ્યા પર પણ ચિંતા દર્શાવી હતી.

એલન મસ્ક મનુષ્યોને મંગળ પર વસાવવાના સપના જોઇ રહ્યા છે. મંગળ ગ્રહ માટે તેમનું ઝનૂન દુનિયાભરમાં જાણીતું છે. મસ્ક ઘણી વખત કહી ચૂક્યા છે કે મંગળ ગ્રહ પર માનવની વસ્તીની સાથે પ્રાણીઓને પણ લાલ ગ્રહની સફર કરાવવા માંગે છે. તાજેતરમાં ટાઇમ મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પણ મસ્કે આ વાત કરી હતી.

એલન મસ્કને ટાઇમ મેગેઝીન તરફથી વર્ષ 2021ના પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ટાઇમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં એલન મસ્કે કહ્યું હતું કે મારો હેતુ જીવનને બહુગ્રહીય બનાવવાનો અને માનવતાને અંતરિક્ષ યાત્રા યોગ્ય બનાવવાનો છે. મંગળ ગ્રહ પર સુરક્ષિત અને  મજબુત શહેર નિર્માણ કરવાની સાથે પૃથ્વીના જાનવરોને પણ સાથે લઇને જવાની યોજના છે. એલન મસ્કે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આગામી 5 વર્ષમાં મંગળ ગ્રહ પર પગલાં પાડવાની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp