ચંદ્ર અને મંગળ પછી આ ગ્રહની જમીન પર ISROની નજર, સૌથી ગરમ ગ્રહ પર કરશે જીવનની શોધ

PC: geospatialworld.net

ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાના પગલાંની ઝડપ સતત વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), ચંદ્રયાન અને મંગળયાન બાદ હવે શુક્ર ગ્રહ એટલે કે વિનસ માટે મિશનની તૈયારી કરી રહ્યું છે. ISROએ આપણાં સૌર મંડળના સૌથી ગરમ ગ્રહ પર સ્ટડી કરવા માટે ‘શુક્રયાન-1’ મિશનનો પ્રસ્તાવ આપ્યો છે. તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહ ધરતીનો સૌથી નજીકનો ગ્રહ છે. જેનું વાયુમંડળ અહીંની ગણતરીએ ખૂબ જ ઘટ્ટ છે. તેની સપાટીનું તાપમાન 470 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તો ધરતીની ગણતરીએ શુક્ર ગ્રહ પર દબાણ 90 ગણું વધારે છે.

આ સ્થિતિઓ માણસો અને અંતરિક્ષયાનો માટે ખૂબ જ દુર્ગમ છે. જોકે હાલમાં જ કરવામાં આવેલી એક સ્ટડીમાં આ ગ્રહ પર જીવનના સંકેત મળ્યા છે. નોંધનીય છે કે સપાટી પર ખૂબ જ ગરમ શુક્ર ગ્રહ પર જેમ જેમ ઉપર તરફ જઈશું તેમ તેમ તાપમાન અને દબાણ સામાન્ય થતું જાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, શુક્રની સપાટી પર 50 કિલોમીટર ઉપરનો તાપ અને દબાણ ધરતી જેવું છે. ISROએ જે પ્રસ્તાવ રાખ્યો છે, તેમાં ગ્રહનું ચક્કર લગાવવામાં આવશે અને ત્યાંનાં વાયુમંડળની સ્ટડી કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ મિશન માટે બનાવવામાં આવનારા અંતરિક્ષ યાનને સોલર રેડિએશન (સૌર વિકિરણ) અને સોલર વિન્ડ (સૌર હવાઓ) વચ્ચે ISROના સૌથી આધુનિક GSLV માર્ક-3 સાથે લોન્ચ કરવામાં આવશે. તેના પર ભારતના 16 અને અન્ય દેશના 7 પેલોડ હશે જે, શુક્રની પરિક્રમા કરશે અને 4 વર્ષ સુધી તેની સ્ટડી કરશે.

ઉલ્લેખનીય છે કે શુક્ર ગ્રહ સાથે સંબંધિત એક શોધના રૂપમાં વૈજ્ઞાનિકોને આ વર્ષે સારી ખબર મળી હતી. સપ્ટેમ્બરમાં અંતરિક્ષ ખગોળ વૈજ્ઞાનિકોની એક ટીમને શુક્ર ગ્રહના વાયુ મંડળમાં ફોસ્ફીન ગેસનું પ્રમાણ મળ્યું હતું. તેમાં પહેલા યુરોપીય અંતરીક્ષ એજન્સીને તેમનું મિશન ‘વિનસ એક્સપ્રેસ’માં શુક્રના ઉપરી વાયુમંડળમાં ઓઝોનના નિશાન મળ્યા હતા. આ મિશનમાં રશિયાની સરકારી અંતરિક્ષ એજન્સી રોસ્કોસોમોસ અને રશિયાના વૈજ્ઞાનિક અનુસંધાન કેન્દ્ર લેટમોસ એટમોસ્ફિયરનું પણ સહયોગ કરી રહ્યા છે. તો સ્વીડને પણ તેની સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. રશિયા જ્યાં વિનસ એન્ફ્રારેડ એટમોસ્ફેરિક ગેસેજ લિકર બનાવવામાં મદદ કરી રહ્યું છે, તો સ્વીડન ગ્રહ પર શોધ કરવા માટે એક વિશેષ ઉપકરણ ઉપલબ્ધ કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp