Jawaએ લોન્ચ કર્યા આ ખાસ બાઈકના માત્ર 100 યુનિટ્સ, જાણો શું છે તવાંગ કનેક્શન

PC: autox.com

Jawa Motorcycleએ ટોરગ્યા ફેસ્ટીવલ દરમિયાન પોતાની બાઈક Jawa 42ના તવાંગ ઓડિશનને લોન્ચ કરી દીધી છે. આ મોટરસાયકલની ડિઝાઈન પૌરાણિક તવાંગની લંગ્ટા અથવા વિન્ડ હોર્સથી પ્રેરિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપનીના કહેવા પ્રમાણે, આ ખાસ નવા એડિશનના માત્ર 100 યુનિટ્સ જ બનાવવામાં આવશે. જણાવી દઈએ કે Jawa 43 તવાંગ એડિશનનો લૂક થોડા બદલાવની સાથે સ્ટાન્ડર્ડ વેરિયન્ટ જેવો જ છે.

નવું Jawa 42 તવાંગ એડિશન સ્પોર્ટ્સ સ્ટ્રાઈપ ઓલસ્ટાર બ્લેક વેરિયન્ટ પર બેસ્ડ છે. આ એડિશન લંગ્ટા હોર્સથી પ્રેરિત છે. આ તવાંગ ક્ષેત્રનો પૌરાણિક પવિત્ર ઘોડો માનવામાં આવે છે. આ ઘોડો સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક છે. મોટરસાયકલમાં ફ્યુલ ટેન્ક અને ફ્રન્ટ ફેન્ડર પર લુંગ્ટા મોટિફની સાથે સાથે બોડી પેનલ પર ઉત્તર-પૂર્વીય ક્ષેત્રથી પ્રેરિત અન્ય શિલાલેખોની ડિઝાઈન હાજર છે.

Jawaએ પોતાની આ બાઈકમાં 294.72 CCનું સિંગલ-સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 27 bhpનો પાવર અને 26.84 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ક્રોસ પોર્ટ ટેકનીકના માધ્યમથી 6 સ્પીડ ગિયરબોક્સની સાથે જોડાયેલું છે. કંપનીએ નવી Jawa 42 તવાંગ એડિશનમાં 17/18 ઈંચના એલોય વ્હીલ, ફ્લાઈ સ્ક્રીન, હેડલેમ્પ ગ્રિલ અને બાર એન્ડ મિરર આપ્યો છે.

બાઈકના દરેક યુનિટને ખાસ ઓળખ આપવા માટે દરેક મોડલમાં એક ખાસ નંબરીંગ કરવામાં આવ્યું છે. આ અંગે જાવા યઝદી મોટરસાયકલના CEO આશિષ સિંહ જોશીએ કહ્યું છે કે, મોટરસાયકલ ચલાવનારાઓના રૂપમાં અમને અરુણાચલના લોભવનારા નઝારા અને અદ્દભુત રસ્તાઓ પસંદ છે.

આ બાઈકમાં ટેલિસ્કોપિક ફોકર્સ અને ડ્યુઅલ સ્પ્રિંગ સસ્પેન્શન અને સિંગલ ચેનલ અથવા ડ્યુઅલ ચેનલ ABSની સાથે આગળ અને પાછળ ડિસ્ક બ્રેક પણ હાજર છે. Jawa 42 તવાંગ એડિશનની કિંમત સ્ટાન્ડર્ડ વેરિયન્ટની કિંમતથી 20000 રૂપિયા વધારે મોંઘી છે. સ્ટાન્ડર્ડ વેરિયન્ટની એક્સ શો રૂમ કિંમત 1,94,142 રૂપિયા છે. જણાવી દઈએ કે કંપનીએ આ બાઈકનું બુકિંગ શરૂ કરી દીધું છે.

તેને 5000 રૂપિયાના ટોકન અમાઉન્ટ સાથે બુક કરાવી શકો છો. યાદ રાખજો કે કંપનીએ તવાંગ એડિશનના માત્ર 100 યુનિટ્સ ખાસ કરીને અરુણાચલ પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં જ વેચાણ માટે ઉપલબ્ધ બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp