મોંઘા ટેરિફ પહેલા JIo લાવ્યું ‘બેસ્ટ પ્રાઈસ પ્લાન’, 336 દિવસની વેલિડિટી

PC: gstatic.com

ટેલિકોમ કંપની ટેરિફ પ્લાન્સમાં વધારો કરવાની ઘોષણા કરી ચૂકી છે. વોડાફોન આઇડિયા અને એરટેલના નવા પ્લાન્સ આજથી લાગૂ થઈ ચૂક્યા છે. રિલાયન્સ જિયો પણ 6 ડિસેમ્બરથી ટેરિફ પ્લાન્સ મોંઘા કરવાનું છે. કંપનીએ કહ્યું હતું કે, નવા પ્લાન્સ 40 ટકા મોંઘા થઈ જશે. તો વોડાફોન અને એરટેલે તેમના પ્લાન્સ 42 ટકા મોંઘા કરી દીધા છે.

જિયોનો પ્લાનઃ

જિયો 444 રૂપિયાના રિચાર્જ પર 84 દિવસની વેલિડિટી આપી રહ્યું છે. જેના હેઠળ જિયો યૂઝર 444 રૂપિયાના 4 રિચાર્જ એડવાન્સમાં પોતાના જિયો નંબર પર કરી શકે છે.

336 દિવસની વેલિડિટીઃ

444 રૂપિયાના રિચાર્જ પર 84 દિવસની વેલિડિટી છે. 4 રિચાર્જ કરવા પર યૂઝરને કુલ 336 દિવસની વેલિડિટી મળશે. એટલે કે 336 દિવસ સુધી યૂઝરે નવા મોંઘા પ્લાનથી રિચાર્જ કરવું પડશે નહિ. આ પ્લાનમાં યૂઝરને 2GB ડેટા પણ રોજ મળશે.

ઓલઈન વન પ્લાનઃ

આ પ્લાન હેઠળ રિલાયન્સ જિયોએ 4 પ્લાન લોન્ચ કર્યો છે. જે 222, 333, 444 અને 555 રૂપિયાના છે. 222 રૂપિયામાં 28 દિવસ, 333 રૂપિયામાં 56 દિવસ, 444 રૂપિયામાં 84 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ ત્રણેય પ્લાન્સમાં યૂઝરને જિયોથી જિયો અનલિમિટેડ કોલ, રોજ 2GB ડેટા, 100 sms અને 1000 IUC મિનિટ મળશે.

વોડાફોન-આઇડિયાએ પ્રીપેડ સેવાઓ માટે 2, 28, 84 અને 365 દિવસની વેલિડીટી સાથે નવા પ્લાન્સ રજૂ કર્યા છે, જે જુના પ્લાન્સની તુલનામાં 50% વધારે છે. એરટેલનો ટેરિફ દરરોજ 50 પૈસાથી 2.85 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. વોડાફોન-આઇડિયાએ ઓફ નેટ કોલ્સની મર્યાદા નક્કી કરી છે, જ્યારે એરટેલે નક્કી કરેલી મર્યાદાથી વધુ ઓફ નેટ કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ફી લેવાનું નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp