26th January selfie contest

Kia Seltosની એનિવર્સરી ગિફ્ટ, ગ્રાહકો માટે આવ્યું નવું એડિશન, કિંમતમાં પણ ફેરફાર

PC: static.toiimg.com

ગયા વર્ષની વાત છે, દક્ષિણ કોરિયાની ઓટો કંપની Kia Motorsએ Seltosને ભારતમાં લોન્ચ કરી હતી. આ SUV કારની જબરજસ્ત ડિમાન્ડ છે. હવે Kia Motorsએ પોતાની લોકપ્રિય SUV Seltosની પહેલી એનિવર્સરી પર ગ્રાહકોને એક ખાસ ગિફ્ટ આપી છે. અસલમાં કંપનીએ Kia Seltosનું Anniversary Edition લોન્ચ કર્યું છે. આ કારની શોરૂમ પ્રાઈઝ 13.75 લાખ રૂપિયાથી 14.85 લાખ રૂપિયા વચ્ચેનું છે. આ પેટ્રોલ અને ડિઝલ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

કંપનીએ કહ્યું છે કે તેમાં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન હશે. તેના મેન્યુઅલ ટ્રાન્સમિશનની કિંમત 13.75 લાખ રૂપિયા અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની કિંમત 14.75 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ડિઝલ એન્જિનના મેન્યુઅલ ટ્રાન્સમિશન એડિશનની કિંમત 14.85 લાખ રૂપિયા છે. કંપનીએ Seltosનું Anniversary Editionના ઈન્ટીરિયર અને એક્ટિરીયરમાં ઘણા બદલાવો કર્યા છે. જ્યારે લૂક અને ફીચર્સમાં પણ તમને નવા અપડેટ જોવા મળશે. આ એડિશનના માત્ર 6000 યુનિટ્સનું ભારતમાં વેચાણ કરવામાં આવશે.

જણાવી દઈએ કે ગયા વર્ષે Seltosના લોન્ચ પછી આ કારે વેચાણના ઘણા રેકોર્ડને તોડ્યા હતા. અત્યાર સુધીમાં તેના એક લાખ કરતા વધુ યુનિટ્સનું વેચાણ થયું છે. જે તેના સેગમેન્ટમાં સૌથી વધુ છે. હવે જોવાનું રહ્યું કે ફેસ્ટીવ સિઝન દરમિયાન લોન્ચ કરવામાં આવેલા આ Anniversary Edition ગ્રાહકોમાં કેટલું ફેવરિટ બને છે. નવી Anniversary Editionમાં રેગ્યુલરની સિલટોસથી લંબાઈમાં 60mm વધારવામાં આવી છે. તેના રિયરમાં સ્પેશિયલ એડિશનના બેજની સાથે જ નંબર પ્લેટ, ફોગ લેમ્પ બેજલ અને સ્ટીયરીંગના મિડલમાં Seltosના લોગોની ઉપર કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દેખાવમાં એકદમ અલગ છે.

આ નવું એડિશન સ્માર્ટ કી રિમોટ એન્જિનથી લેસ છે. એન્જિનની વાત કરીએ તો 1.5 લીટર 4 સિલીન્ડર ટર્બોચાર્જ્ડ ડિઝલ ઓપ્શન સાથે આવશે. અન્ય ફીચર્સની વાત કરીએ તો આ એડિશનમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટની સાથે જ 6 સ્પીકર, એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે, રિયર વ્યૂ કેમેરો અને સ્માર્ટવોચ કનેક્ટિવીટી સહિત ઘણા ફીચર્સ છે. નવું એડિશન પહેલા કરતા વધુ મજબૂત, સ્ટાઈલિશ અને અલગ છે. તે સિવાય કારમાં સિલ્વર ડિફ્યુઝર ફિંસની સાથે ટસ્ક શેપ સ્કિડ પ્લેટ, ટેંગરિન ફોગ લેમ્પ બેઝલ, ટેંગરિન સેન્ટર કેપની સાથે 17 ઈંચ રેવન બ્લેક એલોય વ્હીલ, બ્લેક વન ટોન ઈન્ટીરિયર્સ, હનીબોમ્બ પેટર્ન સાથે કૃત્રિમ ચામડાની રેવન બ્લેક સીટ આપવામાં આવી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp