Kia Sonet ભારતમાં લોન્ચ, કિંમત એટલી કે તમે કાર ખરીદવાનું સપનું પૂરું કરી શકશો

PC: twitter.com

કિઆ મોટર્સ ઈન્ડિયાએ પોતાની સબ કોમ્પેક્ટ એસયૂવી કાર કિઆ સોનેટને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કિઆ મોટર્સ ઈન્ડિયાની લોકપ્રિય SUV સેલ્ટોસ અને લગ્ઝરી MPV કાર્નિવલ પછી તેમની ભારતમાં આ ત્રીજી કાર છે. કિઆ સોનેટને બે ટ્રિમ લાઈનોમાં 4 એન્જિન અને 5 ગિયરબોક્સ વિકલ્પોની સાથે 15 વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. આ SUVમાં 30થી વધારે સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે.

કિઆ અનુસાર, સોનેટની 25 હજારથી વધારે બુકિંગ થઇ ગઇ છે અને કંપનીને રોજ 1000 બુકિંગ મળી રહી છે. કંપનીએ 20 ઓગસ્ટના રોજ કિઆ સોનેટની પ્રી બુકિંગ શરૂ કરી દીધી હતી. સોનેટને લઇ લોકોમાં એટલો ઉત્સાહ છે કે તેની પ્રી બુકિંગ શરૂ થવાના પહેલા જ દિવસે 6523 ગ્રાહકોએ સોનેટને બુક કરી દીધી. ગ્રાહકોએ 25 હજાર રૂપિયાની ટોકન રકમ આપીને કિઆની ડિલરશિપ કે કંપનીની વેબસાઈટ પર જઇ પ્રી બુકિંગ કરી શકે છે.

કિઆ સોનેટની એન્ટ્રી ભારતીય કાર માર્કેટમાં સૌથી પ્રતિસ્પર્ધા વાળા સેગમેન્ટ સબ કોમ્પેક્ટ SUVમાં થઇ રહી છે. જેનો મુકાબલો Maruti Vitara Brezza, Hyundai Venue, Tata Nexon અને Mahindra XUV300 જેવી કારો સાથે થશે.

એન્જિનઃ

કિઆ સોનેટ 3 એન્જિન વિકલ્પો સાથે લોન્ચ થઇ છે. જેમાં 1.0-લીટર ટર્બો-પેટ્રોલ એન્જિન, 1.2-લીટર પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન વિકલ્પ તરીકે 1.5 L CRDi WGT અને 1.5 L CRDi VGT આપવામાં આવ્યા છે. બંને એન્જિન બીએસ6 માપદંડના છે. ટ્રાન્સમિશનમાં ઘણાં વિકલ્પો આપવામાં આવ્યા છે. આ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ ઓટોમેટિક, અને 7-સ્પીડ ડીસીટ ટ્રાન્સમિશન ઓપ્શન મળશે.  વેન્યૂમાં મળનારા નવા ફીચર પણ સોનેટમાં આપવામાં આવ્યા છે. ડીઝલ એન્જિનની સાથે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે, જે ફર્સ્ટ ઈન ક્લાસ ફીચર છે. એટલે કે આ સેગમેન્ટની કોઈપણ કારમાં પહેલીવાર આપવામાં આવ્યું છે.

લુક અને ડિઝાઈન

કિઆ સોનેટમાં સિગ્નેચર ટાઈગર નોઝ ગ્રિલ, હર્ટબીટ ટેલ લેમ્પ, હેલોઝન હેડલેમ્પ, પોલ ટાઇપ એન્ટીના સ્ટાન્ડર્ડ મળશે. સોનેટની જીટી લાઇન ટ્રિમમાં 16 ઈંચ ક્રિસ્ટલ ટલ અલૉય વ્હીલ્સ, રેડ વ્હીલ કેપ્સની સાથે આવશે. તો બેઝ વેરિઅન્ટ્સમાં 15 ઈંચ સ્ટીલ વ્હીલ આપવામાં આવે છે. તેના ઉપરના વેરિઅન્ટમાં 16 ઈંચ મેટેલિક સિલ્વર સ્ટાઇલ વ્હીલ્સ અને ટોપથી એક પાયદાન નીચેના વેરિઅન્ટમાં ક્રિસ્ટલ કટ અલોય વ્હીલ, સિલ્વર વ્હીલ કેપની સાથે આવશે.

ફીચર્સ

કિઆ સોનેટમાં ઘણાં સેગેન્ટ ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં પેનોરમિક સનરૂફ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ છે. 10.25 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. તેમાં બોસ 7 સ્પીકર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સનરૂફ, ફ્રંટ વેન્ટિલેટેડ સીટ્સ, ફ્રંટ પાર્કિંગ સેંસર વગેરે ફીચર્સ આપવામાં આવ્યા છે.

કલર ઓપ્શન

કિઆ સોનેટ 8 મોનોટોન કલર્સમાં ઉપલબ્ધ છે. જેમાં બેઝ ગોલ્ડ, અરોરા બ્લેક પર્લ, ગ્રેવિટી ગ્રે, સ્ટીલ સિલ્વપ, ઈંટેલિજન્સ બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ પર્લ, ક્લિઅર વ્હાઈટ સામેલ છે. આ ઉપરાંત 3 ડ્યુઅલ ટોન કલર ઓપ્શનમાં ઈંટેસ રેડ/અરોરા બ્લેક પર્લ, બેઝ ગોલ્ડ/ અરોરા બ્લેક પર્લ, ગ્લેશિયર વ્હાઈટ પર્લ/ અરોરા બ્લેક પર્લમાં પણ મળશે.

કિંમત અને વેરિઅન્ટ

કિઆ સોનેટની એક્સ શોરૂમ કિંમત 6.71 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp